www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચેક રિટર્ન કેસમાં વેપારી આરોપીની સજા કાયમ રાખી રૂા.1 લાખ વધુ ચૂકવવા હુકમ કરતી કોર્ટ


રાજકોટના વેપારીએ સુરતના વેપારી સામે કેસ કર્યો હતો, ચેકની રકમ પણ વળતર રૂપે ચૂકવવી પડશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.27

ચેક રીર્ટના કેસમાં સજા પામેલ સુરતની સ્માર્ટ ફબ ટચ પેઢીના વેપારી સંજયભાઈ વિ. ગોડલીયાએ કરેલી અપીલ રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે અને એક વર્ષની સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટે હુકમ ફરમાવી ફરીયાદીને વધારાના વળતરની રકમ ચુકવાનો હુકમ કરેલ છે.આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના એસએમએસ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મહેન્દ્રભાઈ પી. શાહ દ્વારા આરોપી સંજયભાઈ ગોંડલીયાને તેઓની માંગણી મુજબ સીંગલ્સ અને મેમબ્રેન માલની ખરીદી કરેલ અને તે માલની ફરીયાદીએ પાકા બીલની સાથે ડીલીવરીથી માલ મોકલેલ અને તે બીલ પેટે 6,44,618 ચૂકવવાના થતા હતા. જેમાં રૂ.2 લાખ ડાયરેકટ ખાતામાં જમા કરાવેલ.

બાકી રહેતી રકમ રૂ.4,44,618નો ચેક આપેલ હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદી એ રાજકોટના જયુડી. મેજી. કોર્ટમાં સને ર019ની સાલમાં ફરીયાદ નોંધાવેલ. કેસ ચાલતા આરોપીને કોર્ટે સજા ફટકારેલ હતી. જે હુકમથી નારાજ થઈ આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરેલ હતી. જેમાં ફરિયાદીના વકીલે કરેલી દલીલો ધ્યાને લઈ  સેશન્સ કોર્ટે આરોપી સંજય ગોંડલીયાની અપીલ ફગાવી દઈ નીચેની કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખી ચેકની રકમ 4,44,618નું વળતર ચૂકવવા અને વધારાના રૂ.1 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી વિરેન્દ્ર વિ. રાણીંગા રોકાયેલ હતા.

Print