www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બગોદરામાંથી રિક્ષા ચોરી રાજકોટ આવેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધાં


બગોદરામાંથી રિક્ષા ચોરી કરી રાજકોટ આવેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સાંજ સમાચાર

રાજકોટ તા.22

પ્રાપ્ત વિગત મુજબ, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એ મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા  સુચન કરેલ હોય જે સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર.ગોંડલીયાના માગેદશેન હેઠળ પીએસઆઈ  ડી.સી.સાકરીયા સહિતના સ્ટાફે બાતમીનાં આધારે આજીડેમ ભીમરાવનગરના ઢાળીયા પાસે આવેલ આર.કે.ઇન્ડસ્ટ્રીઝના ગેઇટ પાસેથી રિક્ષા ચોરીના આરોપી અલ્તાફ યુનુસભાઇ સુમરા (ઉ.વ.22, રહે- માંડા ડુંગર ઢાળીયા પાસે), સંજય મગનભાઇ બાંભણીયા (ઉ.વ.35, રહે- માંડા ડુંગર ઢાળીયા પાસે) ને રિક્ષા સાથે પકડી પાડ્યા હતા. 

Print