www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જીલ્લાની ક્રાઈમ ડાયરી


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.29
 

દસાડા પો.સ્ટે:-સ.ત. મહાવીરસિંહ જોરૂભા રાઠોડ અના.પો.કોન્સ. બ.નં.1149 એસ.ઓ.જી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.27/03/2024 ના કલાક 16/00 વાગ્યે મેરા નાવીયાણી ગામ વચ્ચે આવેલ કેનાલ ઉપર મેરા ગામ વણોદ આરોપી અકબરભાઇ જુમ્માભાઇ સંધી જાતે ડફેર ઉં.વ.21 ધંધો મજુરી રહે.સંધીવાસ, મેરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર આરોપીએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ  કે આધાર પુરાવા વગર એક દેશી હાથ બનાવટનો તમંચો કિં.રૂા.5,000/- નો રાખી મળી આવી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. વિજયસિંહ મહેન્દ્રસિંહ નકુમ દસાડા પો.સ્ટે. કરે છે.

ચોટીલા પો.સ્ટે:-ફરીયાદી અનિલભાઇ અણદાભાઇ સુરેલા જાતે ચુ.કોળી ઉં.વ.22 ધંધો ખેતી રહે.પાંજવાળી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર મો.નં.8849610712 નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.25/03/2024 ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામાં પાંજવાળી ગામની સીમ આરોપી (1)વાલજીભાઇ જેરામભાઇ સુરેલા (2) શાંતીભાઇ વાલજીભાઇ સુરેલા (3) શિવરાજભાઇ વાલજી સુરેલા (4) ચેતનભાઇ વાલજીભાઇ સુરેલા રહે. તમામ પાંજવાળી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ફરીયાદી તથા આરોપી વચ્ચે હોળીના દિવસે હોળી પ્રગટાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતે ફરીયાદી આરોપીને સમજાવવા માટે તેમના ઘર પાસે જતા આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડા બોલી ગાળો આપી લાકડી તથા પાઇપ વતી ફરીયાદીને માથાના ભાગે ટાંકા આવે તેવી ઇજા કરી તથા સાહેદને મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી એમ.એસ.રાજપરા ચોટીલા પો.સ્ટે.કરે છે.

ચોટીલા પો.સ્ટે:-ફરીયાદી ભુપતભાઇ બાવકુભાઇ પટગીર જાતે કાઠી દરબાર ઉં.વ.32 ધંધો હોટલ તથા ખેતી રહે. નાની મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર મો.નં.9898295915 નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.24/03/2024 રાત્રીના સાડા દશેક વાગ્યા પહેલા ગમે તે સમયે ચોટીલા-રાજકોટ હાઇવે રોડ ઉપર હોટલ વે વેઇટની સામે આપાગીગાના ઓટલા પાસે આરોપી અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ 30 થી 35 જેનું કોઈ નામ સરનામું નથી તે પુરુષને વાહન ચાલકે હડફેટે લીધેલ અજાણ્યા પુરુષને ચહેરના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતા આ અજાણ્યો પુરુષ મરણ ગયેલ હોય આ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન બેદરકારી ભર્યું ચલાવી અજાણ્યા પુરુષને અડફેટે લઈ માથાના ભાગે તથા શરીરે ઇજા કરી મોત નિપજાવી પોતાનું વાહન લઇ નાશી જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી કે.ડી.જાદવ ચોટીલા પો.સ્ટે. નાઓ કરે છે.

ચોટીલા પો.સ્ટે:- સ.ત. મયુરભાઇ હીરાભાઇ શીયાળીયા અના.પોલીસ કોન્સ. બ.નં.1398 ચોટીલા પોલીસ સ્ટેશન જી.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.27/03/2024 કલાક 19/15 વાગ્યે નાની મોલડી ગામે આરોપીના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનની ઓરડી માંથી આરોપી જયરાજભાઇ અનકભાઇ જળુ જાતે કાઠી દરબાર રહે.નાની મોલડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર ના આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનની અંદર આવેલ ઓરડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ ભારતીય બનાવટના પરપ્રાતિય ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-95 જેની કુલ કિં.રૂા.33,250/- નો પ્રોહી મુદ્દામાલ રાખી હાજર ન મળી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી ડી.જે.વાઘેલા ચોટીલા પો.સ્ટે. નાઓ કરે છે.

મુળી પો.સ્ટે:- શ્રી સ.ત. હરપાલસિંહ ઘનશ્યામસિંહ પરમાર પો.હેડ કોન્સ. બ.નં.592 મુળી પોલીસ સ્ટેશન નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.27/03/2024 ના કલાક 17/45 વાગ્યે પાંડવરા ગામના તળાવમાં બાવળની કાંટમાં આરોપી (1) ઇમ્તીયાજભાઇ અબ્દુલભાઇ કુરેશી જાતે મુ.માન ઉં.વ.39 રહે.સુરેન્દ્રનગર લક્ષ્મીપરા, શાળા નં.16 ની પાછળ (2) સુરેશભાઇ બીજલભાઇ સીંધવ જાતે ભરવાડ ઉં.વ.28 રહે.સુરેન્દ્રનગર, નવા જંકશન રોડ, શક્તિપરા શેરી નં.2 (3) નાગરાજસિંહ જશુભા રાણા જાતે દરબાર ઉં.વ.46 રહે.વઢવાણ, લાખુપોળ તા.વઢવાણ (4)બાબુભાઇ ચંદુભાઇ રાઠોડ જાતે કાંગસીયા ઉં.વ.45 રહે.દુધરેજ પેટ્રોલપંપ પાછળ તા.વઢવાણ (5)લાલાભાઇ ભીમાભાઇ સોરીયા જાતે ભરવાડ ઉં.વ.33 રહે.સુરેન્દ્રનગર, રામનગર રામાપીરના મંદીર પાસે (6) દિનેશભાઇ ભગવાનભાઇ કાટોડીયા જાતે ભરવાડ ઉં.વ.34 રહે.સુરેન્દ્રનગર, પંચમુખી હનુમાનજીના મંદીર પાસે મફતીયાપરા તા.વઢવાણ (7) શૈલેષભાઇ વિનોદભાઇ ઇન્દરીયા જાતે ચુ.કોળી ઉં.વ.33 રહે.સુરેન્દ્રનગર, દુધરેજ રોડ, સાંઇબાબાના મંદીર પાસે (8) કલાભાઇ દેવીપુજક રહે.દુધરેજ સાયબાના ડેલા પાસે મો.નં.6353038388 (9) સુરેશભાઇ રહે.વઢવાણ મો.નં.9664791701 (10) રાજાભાઇ મીયાણા રહે.સુધારા પ્લોટ, રતનપર મો.નં.9316384884 (11) પકો કોળી રહે.વેલનાથ સોસાયટી સુરેન્દ્રનગર મો.નં.9978276376 (12) દીગપાલસિંહ પરમાર રહે.પાંડવરા તા.મુળી ના આરોપીઓ પાંડવરા ગામના તળાવમાં બાવળની કાંટમાં જાહેરમાં ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રેઇડ દરમિયાન રોકડ રૂપીયા 1,51,500/- તથા મોબાઇલ ફોન નંગ-5 કિં.રૂા.20,500/- તથા ગુડદી પાસા જોડ નંગ-4 કિં.રૂા.00/- તથા પ્લાસ્ટીકના ગ્લાસ નંગ-5 કિં.રૂા.00/- તથા રેગજીન નુ પાથરણું કિં.રૂા.00/- તથા મોટરસાયકલ નંગ-3 કિં.રૂા.1,30,000/- એમ કુલ કિંમત રૂપીયા 3,02,000/- ના મુદ્દામાલ સાથે આરોપી નં-1 થી 7 વાળા પકડાઇ જઇ તથા આરોપી નં-8 થી 12 વાળાઓ રેઇડ દરમિયાન નાશી જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી એસ.જે.ચૌહાણ મુળી પો.સ્ટે. નાઓ કરે છે.

જોરાવરનગર પો.સ્ટે:- શ્રી સ.ત. અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા અના.પો.કોન્સ. બ.નં.1364 એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.27/03/2024 ના કલાક 19/30 વાગ્યે ધોળીધજા ડેમના પાળા ના થડ નારાયણભાઇ પટેલની વાડી પાસે કાચા માર્ગે આરોપી મુસ્તાકભાઇ ગુલાબભાઇ મેર જાતે મુ.માન ઉં.વ.22 ધંધો મજુરી રહે.સુધારા પ્લોટ રાજકોટ હાઇવે રોડ ઉપર જોરાવરનગર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર આરોપીએ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર પુરાવા વગર એક દેશી હાથ બનાવટની મજર લોડ બંદુક કિં.રૂા.5,000/- ની રાખી મળી આવી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ.વી.ઓ.વાળા એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર નાઓ કરે છે. 

Print