www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માણાવદરના કનકપરા ગામની સીમમાં ચાલતી જુગારની ક્લબ ઉપર ક્રાઇમ બ્રાંચ ત્રાટકી; 19 શખ્સો પકડાયા: બે ફરાર


રોકડ, વાહનો, મોબાઇલ મળી કુલ 13.79 લાખનો મુદામાલ જપ્ત: પ્લાસ્ટીકના બેનર ઉપર આંકનો જુગાર રમતા હતા

સાંજ સમાચાર

જૂનાગઢ, તા.27
માણાવદરના કનકપરા ગામની સીમમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે માણાવદર પોલીસને અંધારામાં રાખી પ્લાસ્ટીકના બેનર ઉપર  આંકડા લખી જુગાર રમાડતા કનકપરા અને ધોરાજીના શખ્સ સહિત કુલ 19ને દબોચી લઇ રોકડ રૂા.12.75 સહિત કુલ રૂા.13,79,750નો મુદામાલ કબ્જે કરી માણાવદર પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ માણાવદરથી 9 કી.મી. કનકપરા ગામની સીમમાં રહેતો સુલેમાન ઇસ્માઇલ અને ધોરાજીનો સલીમ અનવર ગરાણા અનસારી બન્નેએ ભાગીદારીમાં જુગારનો ધંધો શરૂ કરી બહારથી માણસો બોલાવી કનકપરાની સીમમાં પ્લાસ્ટીકના બેનર ઉપર 1 થી 9ના આંકડા લખી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાંચ પોલીસે રેડ કરતાં સુલેમાન ઇસ્માઇલ અને તેનો ભાગીદાર સલીમ અનવર ગરાણા અનસારી, મોહસીન ઇકબાલ જેઠવા, વિજય સામજી રહે. માંગરોળ, ઇકબાલ સલીમ ગરાણા, રહે. ધોરાજી, ઇસ્માઇલ નૂરમહમદ રહે. વાંકાનેર, હારુન મહમદ ઘાંચી રહે. માંગરોળ, ગીરીશ લલીત જાડેજા રહે. રાજકોટ, કાળુ ઠાકરશી સાંકડીયા રહે. પરેવાડા-જસદણ, વલ્લભ માનસીંગ રહે. ચોટીલા, જયેશ મનસુખ નડીયા-રહે. રાજકોટ, હનીફ ભાછરકા-રહે. પ્રભાસ પાટણ, તબરેજ સબીર સૈયદ-રહે. પ્રભાસ પાટણ, શૈલેષ જેન્તી કોલાદરા રહે. ચોટીલાને રોકડ રૂા.1,56,750, 20 મોબાઇલ કિંમત રૂા. 1,88,000, ફોર વ્હીલ કિંમત રૂા.10 લાખ આમ કુલ મળી રૂા.13,74,750 સાથે દબોચી લીધા હતા જ્યારે હાજી ગરાણા રહે. ધોરાજી અને હારીફ ઉર્ફે ભાભો તૈયબ  રહે. નીકપરાવાળા ભાગી છૂટ્યો હતો.

 

Print