www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિદેશથી આવેલ પાર્સલમાં ડોકયુમેન્ટનો દુરૂપયોગ થયાના બહાને રૂા.11.27 લાખની સાયબર છેતરપીંડી


બ્લુડાર્ટ કુરીયર, હોટલ બુકિંગ, ડ્રીમ ઈલેવનમાં જીતેલી રકમ ઉપાડવાના બહાને શહેરીજનો સાથે સાયબર ફ્રોડ આચરતા ગઠીયાઓ:સાયબર ફ્રોડમાં ગયેલ કુલ રૂા.20 લાખમાંથી સાયબર ક્રાઈમની ટીમે રૂા.12.82 લાખ પરત કરાવ્યા

સાંજ સમાચાર

રાજકોટ તા.1
 સાયબર ગઠીયાઓ યેનકેન પ્રકારે લોકોને પોતાની ઝાળમાં ફસાવી ઓનલાઈન રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે વધુ પાંચ શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ બનતા સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી સાયબર ફ્રોડમાં ગયેલ કુલ રૂા.20 લાખમાંથી રૂા.12.82 લાખ પરત અરજદારોને કરાવ્યા હતા.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. પોલીસ કમિશ્ર્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસીયાએ લોકો સાથે થતી સાયબર છેતરપીંડી અટકાવવા માટે અને ડીટેકશન કરવા માટેની આપેલ સૂચનાથી પીઆઈ એમ.એ.ઝણકાંત, કે.જે.મકવાણા, આર.જી.પઢીયાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી સાયબર ફ્રોડમાં પાંચ અરજદારોને ગયેલ કુલ રૂપિયા 20 લાખમાંથી 12.82 લાખ પરત કરાવ્યા હતા.જેમાં અરજદાર શ્યામ પંડયા નામના શહેરીજનને તેના નામથી વિદેશથી પાર્સલ આવેલ હોય જેમાં ડોકયુમેન્ટનો દુરુપયોગ થવાના બહાને ખોટી ઓળખ આપી ફ્રોડ કોલ મારફતે રૂપિયા 11.27 લાખ પડાવી લીધેલ હતા જેમાં સાયબર ટીમે રૂા.4.99 લાખ પરત કરાવ્યા હતા.

જયારે અરજદાર રાજુભાઈ ભંડેરી સાથે બ્લુડાર્ટ કુરીયરના નંબર ગુગલમાં સર્ચ કરી એપ્લીકેશન ડાઉનલોડ કરતા જ રૂા.1.22 લાખ ગઠીયાએ ટ્રાન્સફર કરાવી લીધા હતા જેમાં સાયબર ક્રાઈમે રૂા.43 હજાર પરત કરાવ્યા હતા. તેમજ મુંબઈના રહેવાસી જુહીબેન દીનેશભાઈ ભોસલે સાથે હોટલ બુકીંગના બહાને ક્રેડીટ કાર્ડમાંથી રૂા.1.92 લાખ ફ્રોડથી ટ્રાન્સફર કરી નાંખેલ જે અંગે સાયબર ક્રાઈમની ટીમે રૂા.1.92 લાખ પરત કરાવ્યા હતા. તેમજ અરજદાર મુનાફભાઈ રજાકભાઈ લખવા એ ડ્રીમ ઈલેવન ફેન્ટેસી એપ.માં કોન્ટેસ્ટમાં પહેલા નંબર પર આવીને રૂા.4 લાખ જીતેલ હોય જે તેમના ખાતામાં આવી ગયેલ હોય છતાં વિડ્રો ન થતા ગુગલ પરથી સર્ચ કરી કોલ કરતા ગઠીયાએ ખોટી ઓળખ આપી રૂા.4 લાખ પડાવી લીધા હતા જે સાયબર ક્રાઈમની ટીમે પુરેપુરી રકમ પરત કરાવી હતી.

તેમજ વધુ એક અરજદારને તમારા મોબાઈલ નંબર એકસપાયર થઈ જશે તેમ કહી ગઠીયાએ રૂા.96 હજાર પડાવી લીધેલ હતા તેમાંથી સાયબરની ટીમે રૂા.38000 પરત કરાવ્યા હતા.

♦વાહનનો ફેક મેમો મોકલી ગઠીયાએ રૂા.1.48 લાખ પડાવી લીધા
સાયબર ગઠીયાએ કમલેશભાઈ ભરતભાઈ ચૌહાણ નામના અરજદારને અજાણ્યા નંબર પરથી વોટસએપમાં ઈ-ચલણ બાકી હોય તે પ્રકારનો મેસેજ મોકલેલ હતો જે અરજદારે વાહન પરિવહનની મોકલેલ એપીકે ફાઈલ ડાઉનલોડ કરી ઓપન કરતા ગઠીયાએ અરજદારનો એકસેસ મેળવી લઈ બેંક એકાઉન્ટના ક્રેડીટકાર્ડમાંથી કુલ રૂા.1.48 લાખ પડાવી લીધા હતા જે અંગે સાયબરની ટીમે તપાસ હાથ ધરી અરજદારની ગયેલ પુરેપુરી રકમ પરત કરાવી હતી.

Print