www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મધ્ય અમેરિકામાં વાવાઝોડુ ‘અલ્બર્ટો’નો કહેર: મુશળધાર વરસાદ, પુરથી 30 લોકોના મોત


વરસાદના કારણે મધ્ય અમેરિકામાં નદીઓ બે કાંઠે: ભૂસ્ખલનથી લોકોના ઘર નષ્ટ

સાંજ સમાચાર

અલ સાલ્વાડોર,તા.22

મધ્ય અમેરિકામાં અલ્બર્ટો વાવાઝોડાએ તબાહી મચાવી છે. સતત ભારે વરસાદ અને નદીઓ બે કાંઠે વહે છે અને ભૂસ્ખલન થઈ રહ્યું છે. નદીઓમાં પુર આવવાથી લોકોના ઘર નષ્ટ થઈ ગયા છે. ભારે વરસાદ અને પુરના કારણે 30 લોકોના મોત નિપજયા છે.

જયારે અમેરિકી રાષ્ટ્રીય તૂફાન કેન્દ્રે આગાહી કરી છે કે દક્ષિણી મેકિસકો અને ઉતરી મધ્ય અમેરિકામાં શુક્રવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જેથી સપ્તાહના અંતમાં કોસ્ટારિકા અને પનામા સુધી દક્ષિણમાં વાવાઝોડુ અને વરસાદ થશે.

માત્ર સાલ્વાડોરમાં ભારે વરસાદ અને પુરથી મરનારની સંખ્યા 19 થઈ ગઈ છે. જેમાં 6 બાળકો છે. જયારે 3 હજારથી વધુ લોકો અસ્થાયી આશ્રયોમાં રહે છે.

બીજી બાજુ ગ્વાટેમાલામાં 10 લોકોના મોતની વિગતો બહાર આવી છે. જયારે 11 હજાર જેટલા લોકોને પુરમાંથી બચાવાયા હતા. પડોશી હોંડુરાસમાં 1નું મોત થયાનું બહાર આવ્યું છે. 380 લોકો હજુ સુધી અસ્થાયી આશ્રયોમાં છે. ‘અલ્બર્ટો’ વાવાઝોડાએ ઉતર પુર્વ મેકિસકોમાં ચાર લોકોનો જીવ લીધો હતો.

Print