www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેન્સરની દવા ઓલાપારિબને પરત ખેંચવા ડીજીસીઆઈનો રાજયોને આદેશ


દવાની પ્રતિકુળ અસરની સંભાવનાને લઈને આદેશ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.23
ડીજીસીઆઈએ બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં દવા નિયામકોને નિર્દેશ આપ્યા છે કે તે એ દર્દીઓના ઉપચાર માટે એસ્ટ્રાજેનેકાની કેન્સર વિરોધી દવા ઓલાપારિબ ટેબ્લેટને પરત ખેંચી લે, જેમને ત્રણ કે તેથી વધુ વાર કીમોથેરાપી આપવામાં આવી ચૂકી છે.

રાજય નિયામકોને દવાના નિર્માતાઓને પ્રતિકુળ અસરની સંભાવના જોઈને જીબીઆરસીએ મ્યુટેશન અને અંડાશયી કેન્સર અને સ્તન કેન્સરવાળા દર્દીઓના ઈલાજ માટે દવાના માર્કેટીંગને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

શીર્ષ દવા નિયામકે જણાવ્યું છે કે, કંપનીએ ઓલાપારિબ ટેબલેટના સંકેતને પરત લેવા માટે કિલનિકલ પુરાવા રજુ કરેલા. આ પરીસ્થિતિઓને ધ્યાને રાખી અનુરોધ છે કે ઓલાપારિબ ટેબલેટ (100 મિલિગ્રામ અને 150 મિલીગ્રામ)ના માર્કેટીંગને પાછુ ખેંચી લેવાય અને જે દવાને મંજુરી મળી છે તેનું માર્કેટીંગ ચાલુ રખાય.

 

Print