www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પત્નીને બદચલન સાબીત કરવા બાળકોના DNA ટેસ્ટ ન કરાવી શકાય: હાઈકોર્ટ


ભરણપોષણ આપવાથી બચવા ડોકટરની પોતાની દીકરીઓના ડીએનએ ટેસ્ટની માંગ હાઈકોર્ટે ફગાવી

સાંજ સમાચાર

અલાહાબાદ,તા.27
અલાહાબાદ હાઈકોર્ટે પત્નીને બદચલન સાબીત કરવા માટે દીકરીઓના ડીએનએ ટેસ્ટની માંગ કરનાર ડોકટર પતિને ઝટકો આપ્યો હતો. દીકરીઓને ભરણપોષણ ભથ્થુ આપવાના આદેશ સામે ડોકટરે કરેલી અરજી ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું હતું કે, પત્નીને ચરિત્રહીન સાબીત કરવા માટે બાળકોનો ડીએનએ ટેસ્ટ ન કરાવી શકાય. ડીએનએ ટેસ્ટ ભરણપોષણથી બચવાનું હથિયાર નથી.

આ અંગેની વિગત એવી છે કે લગ્નજીવન દરમિયાન ડોકટરના ઘેર બે દીકરીનો જન્મ થયેલો. 2017માં પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી. પત્ની શાઝીયા પિયર ચાલી ગઈ. ભરણપોષણ માટે ગ્રામ ન્યાયલય પટિયાલીમાં કેસ દાખલ કર્યો હતો. ડોકટર પતિએ પત્ની પર વ્યભિચારનો આરોપ લગાવી પોતાની બન્ને દીકરીના ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી.

 

Print