www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર શાળા પ્રવેશોત્સવમાં બાળકોના વાજતેગાજતે નામાંકન


♦શાળા પ્રવેશોત્સવમાં મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહભાગી બન્યા: બાળકોનુ કુમકુમ તિલકથી સ્વાગત તથા શૈક્ષણિક કીટનું વિતરણ: આવતીકાલે શાળા મહોત્સવ ઉજવણીનો છેલ્લો દિવસ

સાંજ સમાચાર

રાજકોટ, તા.27
રાજ્યમાં ગઇકાલથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસના આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં બાલવાટીકા અને ધો.1 માં વાજતે ગાજતે નામાંકન કરવામાં આવી રહ્યા છે. 
આ પ્રવેશોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત રાજ્યના તમામ મંત્રીઓ ઉપરાંત આઇ.એ.એલ., આ.પી.એલ. સહિતના વર્ગ-1 ના અધિકયારીઓ સહભાગી થયા છે. 

વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં પણ ગામેગામ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન મુછારે તાલાલા તાલુકાના બામણાશા પ્રાથમિક શાળા ખાતે 28 બાળકોને શૈક્ષણિક કિટ આપીને ધોરણ-1માં નામાંકન કરાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવમાં બામણાસા પ્રાથમિક શાળામાં ધોરણ 1માં 15, આંગણવાડીમાં 4 અને બાલવાટિકામાં 8 બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. ગ્રીન ગુજરાતની ભાવનાને ચરિતાર્થ કરતાં કાર્યક્રમ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
 

જોડીયા
આજ રોજ જોડિયા તાલુકા ની નેસડા પ્રા.શાળા માં.કન્યા કેળવણી મોહત્સવ અને શાળા પ્રવેશઉત્સવ યોજવામાં આવ્યો .જેમાં રાજ્ય કક્ષાએથી સંસદીય વિભાગ ના ઉપ સચિવ સુતરિયા બહેન ઉપસ્થિત રહ્યા હતા.સાથે હિસાબી અધિકારી જામનગર ના ભક્તિબેન તથા એડવોકેટ દીક્ષિતબેન ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સૌ પ્રથમ મહેમાનો નું શાળા ની બાળાઓ દ્વારા પુસ્તક અને પેન  દવારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ  દીપ પ્રાગટય અને સમૂહ પ્રાર્થના કરવામાં આવી.ત્યાર બાદ અધિકારી દ્વારા નાના બાળકો ને બાલવાટિકા અને આંગણવાડી ના બાળકો ને શૈક્ષણિક કીટ,લંચ બોક્સ,પાણી બોટલ આપી પ્રવેશ કરાવ્યો હતો. શાળાના બાળકોએ બેટી બચાવો,વૃક્ષઓ નું મહત્વ વિશે સ્પીચ આપી હતી.

તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન કરવામાં આવ્યું હતું.ઉપ સચિવ સુતરિયા બહેને બાળકો અને વાલીઓ ને સરકારની વિવિધ યોજના ની વાત કરી.અને બાળકો ને વધુ શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવું જણાવ્યું.ત્યાર બાદ ગત વર્ષ ના બાળકો ના પેટ,સેટ ના મૂલ્યાંકન તપાસવામાં આવ્યું હતું.જે જોઈ ખૂબ પ્રસન્શા કરી હતી.બાળકો ને શાળા ના વિવિધ દાતાઓ દવારા સ્ટેસનરી રૂપી 13333/- દાન  આપવામાં આવ્યું હતું.આ તકે શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા એ તમામ અધિકારી નો આભાર તથા તમામ દાતા નો આભાર માન્યો હતો.

આ તકે ગામના સરપંચ રાજુભાઇ મકવાણા ,તળભ અધ્યક્ષ પનાલાલ સોલંકી તથા ગામના આગેવાનો,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આવેલ અધિકારીએ શાળાની કામગીરી ની ખૂબ પ્રસનશા કરી હતી.અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું ને પનાલાલ સોલંકી દવારા તિથિ ભોજન કરવામાં આવ્યું હતું.લાઇજન અધિકારી તરીકે સી.આર.સી કો.કનુભાઈ જાટીયા તેમજ રાણીપા જાગૃતિબેન જોડાયા હતા.
 

બાબરા
બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો છે બાબરા તાલુકા ખંભાળા સુખપર શિરવાણીયા સહિત ગામે આંગણવાડી અને ધોરણ એક ના બાળકો ને શાળા મા નુતન પ્રવેશ જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ નિતીનભાઇ રાઠોડ હસ્તે બાબરા તાલુકા પંચાળ પંથકમાં શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે નિતીનભાઇ રાઠોડ દ્વારા પાંચાળ પંથકના ગામોમાં વિકાસ પોંહચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આજે બાળકો ને શાળા મા પ્રવેશ કરાવી શુભેચ્છા પાઠવી હતી કામયાબી ના શીખરો સર કરે તેવું શુભેચ્છા આપી હતી આ તકે શાળા સંચાલકો શિક્ષકો આચાર્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
 

બગસરા
બગસરા શહેરના પછાત વિસ્તારમાં આવેલી શાળા નંબર 4 માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તથા જિલ્લા શિક્ષણ સમિતિ ના માર્ગદર્શન હેઠળ વર્ષ 2024-25નો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ કાર્યક્રમ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ બાબુભાઇ બકરાણીયા ના અધ્યક્ષ સ્થાને દબદબાભેર ઉજવાયો.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા,સ્વસ્તિક શરાફી સહકારી મંડળી ચેરમેન મનોજભાઈ મહિડા, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઇ પંડ્યા,નગરપાલિકા સદસ્ય કાળુભાઇ કિકાની તથા જયંતીભાઈ વેકરિયા,શિક્ષણવીદ જગદીશભાઈ બુમતારીયા,વગેરે ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટિકા તથા ધો.1ના બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરાયા.

વર્ષ દરમિયાન સિ. ઇ. ટી., પી.એ.ટી,જેવી શિષ્યવૃત્તિ લાભદાયી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ ને સન્માનિત કરાયા. શાળાના શેઠ સી કે પારેખ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બાળકોને લેખન માટેની  સ્ટેશનરી  તેમજ પિયુષભાઈ શીંગાળા પરિવાર દ્વારા શાળાના વિદ્યાર્થીનિઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ સહિત 61 હજારની સામગ્રી પણ મહાનુભવો દ્વારા આપી દાતાઓને બિરદાવ્યા હતા.મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું તેમજ સ્માર્ટક્લાસ વર્ગોની મુલાકાત અને નૂતન પ્રજ્ઞા વર્ગ સાહિત્ય તેમજ નિપુણ ભારત મિશન અંતર્ગત અપાયેલ નુતન સાહિત્યના સ્ટોલની મુલાકાત લઈ પ્રોત્સાહિત કરાયેલ.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દર્શનભાઈ ઠાકર તથા તમામ શાળા.પરિવાર દ્વારા જહેમત ઉઠાવાયેલ.
 

ઉના
ગુજરાત સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસ 26 જુલાઈ થી 28 જુલાઈ  દરમિયાન શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ પ્રારંભ કરાયો છે. 3 થી 6 વર્ષ નું બાળક આંગણવાડી, બાલવાટિકા  કે પ્રા.શાળા ના પ્રવેશ થી વંચિત ન રહે અને દરેક દરેક બાળકનું  સો ટકા નામાંકન થાય તે હેતુસર રાજ્ય સરકાર દર વર્ષે  પ્રવેશોત્સવ ની ઉજવણી કરે છે. ગીર ગઢડા તાલુકાની શાળા મા તા. પં પ્રમુખ શ્રીમતી ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ  અને અલગ - અલગ વિભાગના અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ સમગ્ર તાલુકા વિસ્તાર ની  કુલ 91  શાળામાં આગામી ત્રણ દિવસ માટે યોજાશે.
 

ડારી
વેરાવળ તાલુકાનાં ડારી ગામે નવા પ્લોટ પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ માં જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા, અધિક કલેકટર રાજેશ આલ મામલતદાર ગજ્જર ગામના સરપંચ ફારુકભાઈ આકાણી  ઉપસરપંચ જગદીશભાઈ બામણીયા તાલુકા પંચાયત સભ્ય ઈબ્રાહિમભાઈ આકાણી બચુભાઈ રાઠોડ શાળા ના આચાર્ય લખમણભાઇ સોલંકી તથા ગ્રામજનો હાજાર રહ્યા હોવાનું એક યાદી માં જણાવેલ છે.

વાવડી
વેરાવળ તાલુકાનાં વાવડી ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગિર સોમનાથ જીલ્લા ભાજપ મંત્રી રમેશભાઇ કેશવાલા, તાલુકા વિકાસ અધિકારી પરમાર, સરપંચ કરશનભાઈ સોલંકી, તલાટી હીતેશભાઈ સોલંકી, આચાર્ય લીનાબેન કોઠારી, અશ્ર્વિનભાઈ નિમાવત, રામભાઈ બારડ, રાજાભાઈ રામ, વનરાજસિંહ પરમાર, અંજનાબેન સોચા, અસ્મિતાબેન વાધ, ભાનુબેન નંદાણિયા, લોકડીયા સીમ શાળાના કમલેશભાઈ વઢવાણા, મંજુલાબેન ટાંક, કોમલબેન કારેલીયા, કૌશિકભાઈ અપારનાથી, મયુરભાઈ રાઠોડ, બાણીઆઈ સીમ શાળાના લક્ષ્મણભાઈ પરમાર, રાજી બેન સોલંકી, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા અને મહેમાનો નાં હસ્તે નાના ભુલકાઓને પ્રવેશ આપી મોં મીઠાં કરવી પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. તમામ બાળકોને માર્ગદર્શન તથા વધુ મહેનત કરી ખુબ આગળ વધવા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. સાથે વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું.

ભાણવડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જિલ્લાના ભાણવડ તાલુકામાં પણ રાજ્ય તથા જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સહિતના આગેવાનોએ ભૂલકાઓને શિક્ષણ જગતની સફરમાં પ્રથમ ડગલું મંડાવ્યું છે.
ભાણવડ તાલુકામા શાળા પ્રવેશોત્સવનું  કુલ 8 રૂટમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયકક્ષા અને જિલ્લાકક્ષાના અધિકારી અને સ્થાનિક પદાધિકારીઓ તેમજ સ્થાનિક વાલીઓ, એસ.એમ.સી.ના સભ્યો જોડાયા હતા.

બાલવાટિકા, ધોરણ 1 અને 9, માં પ્રવેશોત્સવનું આયોજન થયું હતું. પ્રથમ દિવસના રૂટમાં ભાણવડ તાલુકા શાળા નં. 1 અને 3, ક્ધયા શાળા, નવાપરા પ્રાથમિક શાળા, રૂપામોરા પ્રાથમિક શાળા, કલ્યાણપુર પ્રાથમિક શાળા મોડપર, વિગેરે ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા  પ્રવેશોત્સવ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અધિકારી અને શાળાના સ્ટાફ દ્વારા સરકારની વિવિધ શિક્ષણ ક્ષેત્રની જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના એન.એમ.એમ.એસ. જેવી શિષ્યવૃત્તિ યોજનાઓ યોજનાઓ તેમજ માધ્યમિક શાળાનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે આ વર્ષે શરૂ થયેલા ખૂબ જ અગત્યની યોજના નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી વાલીગણ અને સ્થાનિક એસ.એમ.સી. તંત્રને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
 

ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર જી.ટી. પંડ્યાએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. 

આ પ્રસંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, શિક્ષણના મહાયજ્ઞ એવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં બાળકો આજથી પોતાના શૈક્ષણિક જીવનમાં પા પા પગલી માંડશે. 

વધુમાં તેમણે સરકાર દ્વારા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલિકૃત અનેકવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા શિક્ષકો તથા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. સાથે વિદ્યાર્થીઓના હિત માટે ચિંતિત દાતાઓ તેમજ સી.એસ.આર. અંતર્ગત ફાળો આપતી કંપનીઓનો તેમના યોગદાન માટે જિલ્લા વહીવટી તંત્ર વતી તેમણે આભાર માન્યો હતો. 

દાંતા પ્રાથમિક શાળા તથા ધરમપુર વાડી શાળામાં બુધવારે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં 3, બાલ વાટિકામાં 29 તથા ધોરણ 1 માં 23 બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો. 
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે અહીંના મામલતદાર વી.કે. વરૂ, દાંતા પ્રાથમિક શાળા આચાર્ય રવિભાઈ, અગ્રણી જશવંતસિંહ, રાજુભાઈ ભરવાડ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

અમરેલી
અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ર0ર4 ર1માં તબક્કાનો હર્ષભેર શુભારંભ કરવામાંઆવ્યો છે. 

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી- કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની પ્લોટ પ્રાથમિક શાળા, શેડુભાર ગ્રામ શાળા અને જનતા વિદ્યાલયનો સંયુકત કાર્યક્રમ શેડુભાર ગામ ખાતે યોજાયો હતો. બાલવાટિકામાં 1ર કુમાર, 11 ક્ધયા સહિત ર3 ભૂલકાંઓને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ધો. 1માં 11 કુમાર, ર3 ક્ધયા સહિત 34 બાળકોનું નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું. ધો. 9માં કુમાર અને ક્ધયા સહિત ર9 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
 

હડીયાણા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે શ્રી હડીયાણા તાલુકા શાળના મેદાનમાં શ્રી હડીયાણા માધ્યમિક શાળા,  શ્રી હડીયાણા તાલુકા શાળા તથા શ્રી હડીયાણા કન્યા શાળા ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવા માટે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ- 2024 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Print