www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પ્રથમ વાર 1 જુલાઇ થી શરૂ થશે દલિત પંચાયત ઓફિસ


લગ્ન સમસ્યા, વિચ્છેદ સમસ્યા, કોર્ટ-કચેરી, ખાધા ખોરાકી, ભરણ-પોષણની સમસ્યાનું નિરાકરણ કરાશે

સાંજ સમાચાર

રાજકોટ:તા 27 
સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લા ભરના દલિત સમાજમાં પ્રવર્તી રહેલ સામાજિક સમસ્યા થકી કૌટુંબિક ભાવના લુપ્ત થતી જાય છે. સંયુક્ત કુટુંબની ભાવના ભાંગતી જાય છે. સમાજ વેરવિખેર થઈ રહ્યો છે.

તેવા સમયમાં સમાજમાં ફેલાયેલ લગ્ન સમસ્યા, વિચ્છેદ સમસ્યા, કોર્ટ-કચેરી, ખાધા ખોરાકી, ભરણ-પોષણ, છુટાછેડા, પોલીસ કેસ જેવા કાર્યથી ભાવિ બાળકો નિરાધાર બની જાય છે. તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ભણતર, સંસ્કાર, સમસ્યા, ઉછેર સમસ્યા વિગેરે આજના સમયમાં વિકરાળ અજગર મોઢું ફાડીને બેઠો છે તે માટે તંદુરસ્ત સંબંધોની સચ્ચાઈ માટે વડીલો, આગેવાનો, સમાજ સુધારકો પોતાની બુધ્ધિમતાનો ઉપયોગ કરીને આવી પરિસ્થિતિને ડામવામાં આવે એ માટે એક નવું સંગઠનરૂપી દલિત સેવા સંસ્થાન, (દલિત પંચાયત) ની સ્થાપના કરેલ છે. 

જેમાં પુખ્તવયના દિકરા-દિકરીઓના વેવિશાળ, લગ્ન સંબંધો, પુખ્ત સમજણથી વડીલો, બુધ્ધિજીવીઓ, સમાજ સુધારકો દ્વારા લગ્ન વિશેની સમસ્યાને નાબુદ કરવાની નેમ ધરાવે છે. જેથી કુરિવાજો, અંધશ્રધ્ધા, ખોટા દેખાડા વિગેરે ખોટા ખર્ચ ઉપર બાન મુકવાની પેરવી કરશે. અમુક પરિવારોના જીદ્દી વલણથી દલિત સમાજને થતું નુકશાન રોકવા રમાબાઈ આંબેડકર સેવા સંસ્થાન નામની દલિત પંચાયતની રચના કરવામાં આવે છે.

1 લી જુલાઇ થી સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી પારેખ ચેમ્બર, બીજો માળ, ઓફીસ નં.51, ઢેબર રોડ, "એ" ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે, ખાદી ભંડારથી આગળ, રાજકોટ ખાતે ઓફીસે દલિત સમાજ માટે સેવા શરૂ થશે. આ આયોજન અંતર્ગત ડો. ધિરેન ઘીવાલા,દેવસીભાઈ દાફળા,દિલીપભાઈ નગવાડીયા,માધુભાઈ ગોહેલ, બીપીનચંદ્ર રાઠોડ,શાન્તાબેન મકવાણા, હંસાબેન ધમ્મર,ઈલાબેન ચંદ્રપાલ એ સાંજ સમાચાર ની મુલાકાત લીધી હતી. 

Print