www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જામજોધપુરના બાલવા ગામે દલીત યુવાન ઉપર છરી વડે હુમલો


ચાર શખ્સો સામે એસ્ટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ

સાંજ સમાચાર

(ભરત ગોહેલ દ્વારા)
જામજોધપુર તા.13
 જામજોધપુર તાલુકાના બાલવા ગામના યુવાન પર જુની અદાવતનું મનદુ:ખ રાખીને ચાર શખ્સોએ છરી અને લોખંડ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડયાની તેમજ દલીત જ્ઞાતીના હોવાથી હડધૂત કરાયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં રહેતા અને કડીયા કામની મજુરી કરતા ભાવેશ રાણાભાઈ ચુડાસમા નામના 34 વર્ષના યુવાને પોતાના ઉપર છરી તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતે દલીત જ્ઞાતીના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે ઈમરાન ઉર્ફે ભૂરો હાજીભાઈ, શાહરૂખ જુમાભાઈ, સુલતાન જુમાભાઈ અને સદામ જુમાભાઈ સામે ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદીના ભાઈ દીપકભાઈએ આજતી ત્રણ વર્ષ પહેલા ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ કરી હતી. ઉપરાંત તે ફરીયાદના અનુસંધાને ફરીયાદી યુવાને ફરીથી પોલીસમાં અરજી કરી હતી. જેનું મનદુ:ખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

 

 

Print