www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના ક્ષતિગ્રસ્ત 171 બીયુ, 461 સીયુ અને 656 વીવીપેટ બેંગ્લોરની બેલ કંપનીને રવાના


રાજકોટથી મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસની ટીમ સાથે EVM મોકલાયા: ચાર દિવસે પહોંચશે: મહારાષ્ટ્રમાં વરસાદનો પડકાર

સાંજ સમાચાર

રાજકોટ તા.21

 લોકસભાની ચૂંટણી બાદ હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 12 જીલ્લાઓમાં ક્ષતિગ્રસ્ત ઈવીએમ મશીનો આજે રાજકોટથી મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસની ટીમ સાથે ખાસ ટ્રક મારફતે બેંગ્લોરની બેલ કંપનીને રવાના કરવામાં આવેલ છે.

 આ ક્ષતિગ્રસ્ત ઈવીએમ મશીનોને લઈને મામલતદાર હિમાંશુ ચૌહાણ, નાયબ મામલતદાર ધીરેન પુરોહિત, પોલીસ કાફલા સાથે બેંગ્લોર જવા રવાના થયા છે. તેઓ ચાર દિવસે બેંગ્લોર પહોંચશે જેમાં રસ્તામાં મહારાષ્ટ્રમાં હાલ વરસાદ પડી રહ્યો હોય તેનો પડકાર રહેલો છે. અહી એ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સંદર્ભે કર્મચારીઓને અપાયેલ તાલીમ દરમ્યાન તેમજ એફ્રએલસી અને મોકપોલ દરમ્યાન જે ઈવીએમો ક્ષતિગ્રસ્ત બનેલ હોય તેવા આ ઈવીએમોને રીપેરીંગ માટે પરત બેંગલોરની બેલ કંપનીને મોકલાયા છે જયારે બાકીના ઈવીએમ 45 દિવસ સુધી ઈલેકશન પીટીશન ન થાય ત્યાં સુધી ઈવીએમ વેરહાઉસમાં સુરક્ષીત રહેશે.

 જે ક્ષતિગ્રસ્ત ઈવીએમ બેંગ્લોર રવાના કરાયા છે તેમાં રાજકોટના 26 બીયુ 96 સીયુ અને 96 વીવીપેટનો સમાવેશ થાય છે જયારે સૌરાષ્ટ્રના અન્ય જીલ્લામાં અમરેલીના 12 બીયુ 29 સીયુ અને 57 વીવીપેટ ભાવનગર જીલ્લાના 23 બીયુ 43 સીયુ અને 90 વીવીપેટ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના 6 બીયુ 16 સીયુ અને 20 વીવીપેટ, ગીર સોમનાથના 21 બીયુ અને 37 સીયુ અને 62 વીવીપેટ, જામનગરના 11 બીયુ, 35 સીયુ અને 38 વીવીપેટ, જુનાગઢ જીલ્લાના 25 બીયુ 61 સીયુ અને 82 વીવીપેટ કચ્છના 11 બીયુ 45 સીયુ અને 60 વીવીપેટ, બોટાદના 5 બીયુ 10 સીયુ અને 15 વીવીપેટ, પોરબંદરના 10 બીયુ 17 સીયુ અને 40 વીવીપેટ, સુરેન્દ્રનગરના 8 બીયુ 51 સીયુ અને 51 વીવીપેટ અને મોરબીના 13 બીયુ 21 સીયુ અને 45 વીવીપેટ મળી કુલ 171 બીયુ 461 સીયુ અને 656 વીવીપેટ બેંગ્લોરની બેલ કંપનીને પરત મોકલવામાં આવે છે.

 

 

Print