www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગરનાં પરાલી ગામે પિતાનાં હાથે પુત્રીની હત્યા


પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી બાદ પિતાએ જ પુત્રીનું ઢીમ ઢાળી દીધું: હત્યા કરી પિતા ફરાર: હત્યારાની શોધખોળ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 29
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડથી જઈ રહી છે તેવા સંજોગોમાં હત્યા ચોરી લૂંટફાટ અને મારામારીના ગુનાઓ સતત વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યું છે. પિતા દ્વારા પોતાની પુત્રીની હત્યા કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામ ખાતે દંપતીના ઝઘડા વચ્ચે પુત્રીની હત્યા કરી રાખવામાં આવી હોવાનું સામે આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામે પતિ અને પત્નીના ઝઘડા બાદ સગીર પુત્રીની હત્યા કરી નાખવામાં આવી છે અને પિતા દ્વારા જ હત્યા કરી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જોકે પિતા હત્યા કરી અને ફરાર બની જવાબ આપ્યો છે જોકે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના પરાલી ગામે રહેતા વગેશ કેવુભા નામના સક્ષ દ્વારા તેમની પત્ની રક્ષા સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેમની 15 વર્ષની પુત્રી સંગીતાને તે દરમિયાન માર મારવામાં આવ્યો હતો.

સંગીતા ને ઢોર માર મારવામાં આવતા તેની હાલત લથડી ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત નિપજવા પામ્યું હતું જોકે ઘરની નજીક બેભાન હાલતમાં મળ્યા બાદ આજુબાજુના લોકો દ્વારા 108 નો સંપર્ક સાધવામાં આવ્યો હતો 108 ની ટીમ આવે તે પહેલા જ સંગીતાનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સરકારી હોસ્પિટલમાં સંગીતાના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસ તપાસ અને પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને આ અંગે તપાસ હાથ ધરી હતી.

પોલીસને જાણ થતા પિતા દ્વારા હત્યા કરવામાં આવી છે ત્યારે પોલીસ તેના પિતા ને પકડવા ગઈ ત્યારે તેના પિતા ઘરમાંથી નાસી જઈ અને બાજુમાં આવેલી નદીમાંથી અંદર પડી અને ત્યારબાદ તરી અને નાસી છૂટવા પામ્યા હતા.

ત્યારે આ મામલે પાણસીણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે 15 વર્ષની માસુમ દીકરીનો ભોગ લઈ લેવામાં આવ્યો છે ત્યારે પિતા જ પુત્રીનો હત્યારો બન્યો હોવાનું સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કથળી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ 
સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા જેવા બનાવો હવે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામે પિતા દ્વારા પોતાની 15 વર્ષની પુત્રીની હત્યા કરી નાખવામાં આવી છે જોકે પિતા હત્યા કરી અને ફરાર બની ગયો છે તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય બાબતે મારામારી તેમજ સામાન્ય બાબતે હત્યા થતી હોય અને ફાયરિંગ જેવા બનાવો પણ બનતા હોવાનું સામે આવી રહ્યું છે.

ત્યારે હવે કાયદાનો ડર કોઈ ગુનેગારોમાં ન રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ઊભી થઈ છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સુધરે તેવી લોકોની માંગ છે ત્યારે જિલ્લામાં કથડથી જતી કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સુધારવા માટે બાહોશ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે..

Print