www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીના અશ્વિનભાઈ કોયાણીનું અવસાન: ચક્ષુદાન કરાયુ


માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 269મું ચક્ષુદાન

સાંજ સમાચાર

ધોરાજી તા.24
ધોરાજીના સરદાર ચોક પાસે રહેતા અશ્વિનભાઈ મગાભાઈ કોયાણી (ઉ.47)નું અવસાન થતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ મૃતકના પરિવારજનોને ચક્ષુદાન અંગે જાણ કરાતા સહમતી આપતા સરકારી હોસ્પીટલના ચક્ષુદાન સેન્ટરના અધીક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા, મેડીકલ ટીમના દીપક ભાસ્કર અને રોહીત સોંદરવાએ પોતાની સેવાઓ બજાવી હતી.

આ તકે જસવંતીબેન રસીકભાઈ રૂપાપરા, દિપકભાઈ કોયાણી, અશ્વિનભાઈ જે. કોયાણી, સુરેશભાઈ કોયાણી, કિશનભાઈ બોરડ, ભરતભાઈ સોલંકી, નાગજીભાઈ કોયાણી સહીતના હાજર રહેલ હતા.

ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન-દેહદાન, સ્કીન ડોનેશન માટે મો.નં. 98987 01774/98987 15775 અને સરકારી હોસ્પીટલ ધોરાજીના ફોન નં. 02824-220139 પર સંપર્ક કરવા જણાવાયુ છે. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને આ 268મું ચક્ષુદાન મળેલ છે.

 

Print