www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચિતલમાં મહાકાય લોડરનાં દાંતા લગાતા શ્રમિકનું મોત


વડીયાના બરવાળા બાવીશી ગામના ખેડૂતની જમીન રાજકોટના વ્યાજખોરે વેંચી નાખી ધમકી આપી: પોલીસમાં ફરિયાદ

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.22

મુળ બિહારના વતની અને હાલ ચિત્તલ ગામે રહેતા ગોવિન્દકુમાર ગણેશલાલ સિંહ નામનાં ર0 વર્ષિય યુવક સવારના દસ સાડા દસેક વાગ્યે તેમના બનેવી કુવરસિંહ તથા અન્ય મજુરો સાથે ચિતલ ગામે આવેલ મીલન કોટેક્ષ જીનમાં કપાસ ફેરવવાની મજૂરી કામ કરતા હતા. ત્યારે જીનમાં આવેલ કપાસના મોટા ઢગલો હોય તેના ઉપર ઉભા હતા. ત્યારે કપાસ ફેરવવા માટે અલ્તાફભાઈ યુનુસભાઈ શિયાણીનુ લોડર ચલાવતા હતા.

આ દરમિયાન કુવરસિંહને ચક્કર જેવું આવતા અચાનક એકાએક તેઓ કપાસના ઢગલા ઉપરથી નીચે પડેલ હતા. તે દરમિયાન લોડર ચાલક અલ્તાફભાઈએ લોડર પુર ઝડપે થી ગફલત ભરી રીતે ચલાવી કપાસ ઢગલામાં કપાસ નાખવા જતા હોય ત્યારે કુવરસિંહ કપાસના ઢગલા ઉપરથી નીચે પડેલ ત્યારે આ અલ્તાફભાઈ લોડર ઝડપથી ચલાવતા હોય જેથી બ્રેક ન લાગતા લોડરની આગળની સુપડીના દાતા કુવરસિંહના શરીરને વાગી ગયેલ જેથી તેમને 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી લીધેલ હતી. 108 આવી જતા ડોકટરે કુવરસિંહ કુશવતલાલ સિંહને તપાસી મરણ ગયેલ હોવાનુ જણાવેલ હતું. આ અંગે લોડર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
 

જમીન વેંચી નાખી 
વડિયાતાલુકાના બરવાળા બાવીશી ગામે રહેતા મંજુલાબેન માવજીભાઇ બાવીશીના પતિ માવજીભાઇએ પોતાના સંતાનોનો લગ્ન  કરવા  માટે  થઈ  રાજકોટ રહેતા આરોપી હમીરભાઇ રાહાભાઇ શીયાળીયા પાસેથી રૂપિયા 1ર લાખની રોકડ રકમ માસીક ઉંચા વ્યાજ દરે પ% લેખે લીધી હતી. અને તે આ રકમની સિક્યોરીટી પેટે તેણીના પતિ પાસેથી આરોપીએ ખેતીની 1ર વિઘા જમીનનો ગીરો ખતની બદલીમાં જમીનનો વેચાણ ખત લખાવી લીધેલ હતો. બાદ તેણીના પતિએ આરોપીને રૂપિયા 1ર લાખની રકમનુ માસીક પ% વ્યાજ સહીત કુલ રૂપિયા 40,80,000 ની રોકડ રકમ ચુકવી આપેલ હતી. 
ત્યારબાદ આરોપીએ  તેણીના  પતિને ગીરો ખત રદ કરવાનુ  કહી અને ગીરો ખતની જગ્યાએ આરોપીએ 1ર વિઘા ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી લીધેલ  હોય, તે પૈકી પાંચ  વિઘાનો જમીનનો દસ્તાવેજ તેણીને કરી આપેલ હતો.

તેમજ બાકી રહેતી 7 વિઘા જમીનનો દસ્તાવેજ બાબરા તાલુકાના ત્રંબોડા ગામે રહેતા આરોપી ભગવાનભાઇ લવજીભાઇ કાચાને કરી આપેલ હતો. બાદમાં આરોપી ભગવાનભાઇ તેણીને કહેલ કે, આ 7 વિઘા જમીનમાં કોઇ આવતા નહી તેમ કહી મહિલાને ધક્કો મારી અને તેણીનાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તથા આરોપી પ્રેમજીભાઇ (રહે. ઢોલરવા) તથા કાળુભાઇ બચુભાઇ ડેર (રહે. બરવાળા બાવીશી)એ તેણીનીજમીનમાં વાવેતર કરેલ લીલા પાકનું રૂ.60,000 નુકસાન કર્યાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાય છે.
 

રાજુલાનાં દાતરડી ગામે પિતા અને પુત્ર વચ્ચે મકાન બાબતે બઘડાટી બોલી
રાજુલા તાલુકાના દાતરડી ગામે રહેતા મનસુખભાઇ આતુભાઇ પરમાર નામનાં 3ર વર્ષિય યુવકના પિતા આરોપી આતુભાઇ દુદાભાઇ ઉર્ફે દાનાભાઇ પરમારે  તા.19 ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં યુવકના ઘરે આવી કહેલ કે આ ઘર મારૂ છે તું આ ઘર ખાલી કરી દેજે તેમ કહી ગાળો આપી ઉશ્કેરાઇ અને નયનાબેન વચ્ચે પડતા તેમને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.
આ જ બનાવમાં આતુભાઇ દુદાભાઇ ઉર્ફે દાનાભાઇ પરમારે પણ સામાવાળા પોતાના પુત્ર મનસુખભાઇ આતુભાઇ પરમાર તથા પુત્રવધુ નયનાબેન સામે જેમ ફાવે તેમ ગાળો આપ્યાની અને પાણીની નળીથી મુંઢમારી ઇજા કર્યાની સામી ફરિયાદ નોંધાઈ છે. 

Print