www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશની માન્યતા આપવાનો સ્પેન, નોર્વે, આયર્લેન્ડનો નિર્ણય


ઈઝરાયેલ ભડકયુ: રાજદુતોને તત્કાળ પાછા બોલાવી લીધા

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.22
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે નોર્વે, આયર્લેન્ડ તથા સ્પેને પેલેસ્ટાઈનને અલગ રાજયની માન્ય આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જો કે, આ નિર્ણયને પગલે ઈઝરાયેલ આગબબુલા થયુ છે અને નોર્વે તથા આયર્લેન્ડમાંથી પોતાના રાજદુતોને પાછા બોલાવી લીધો છે.

નોર્વેના વડાપ્રધાને કહ્યું કે મધ્યપુર્વમાં શાંતિ સ્થાપવાના હેતુસર આ નિર્ણય લીધો છે. પેલેસ્ટાઈનને અલગ દેશની માન્યતા આપ્યા વિના શાંતિ શકય નથી. 28 મેથી આ માન્યતા મળશે અને તેના આધારે આરબ શાંતિ યોજનામાં સહયોગ કરશે.

છેલ્લા કેટલાંક દિવસોમાં અનેક યુરોપીયન રાષ્ટ્રોએ મધ્યપુર્વમાં શાંતિ સ્થાપવાના ઉદેશ સાથે બે રાષ્ટ્રને માન્યતા આપવાની તૈયારી હોવાની જાહેરાત કરી હતી. નોર્વે યુરોપીયન યુનિયનનો સભ્ય દેશ નથી છતાં આ કદમમાં સાથે હોવાનું જાહેર કર્યુ છે.

હમાસ તથા આતંકી જૂથો આ પ્રકારના ઉકેલ માટે સંમત નથી. નોર્વેએ જાહેર કર્યુ છે કે પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશનો મૂળભૂત અધિકાર છે. 30 વર્ષ પછી નોર્વેએ આ માન્યતા આપી છે. વિશ્વ બેંકે પણ પેલેસ્ટાઈને ચાવીરૂપ માપદંડો સર કર્યા હોવાનું જાહેર કર્યુ હતું. નોર્વે ઉપરાંત સ્પેન તથા આયર્લેન્ડ પણ સમાન નિર્ણય લીધો છે.

 

 

Print