www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દારૂની દસ બોટલ સાથે દિપક રામાવત ઝડપાયો


ક્રાઈમ બ્રાંચની કામગીરી: પોલીસે રૂા.30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

સાંજ સમાચાર

રાજકોટ તા.29

શહેરનાં દોશી હોસ્પિટલ રોડ પર ગુરૂપ્રસાદ ચોક પાસે દારુની દસ બોટલ સાથે દિપક રામાવત ઝડપાયો હતો. પોલીસે રૂ.30 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર, વાલજીભાઇ જાડા, પ્રદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીના આધારે 
દોશી હોસ્પિટલ રોડ પર ગુરૂપ્રસાદ ચોકમાં ડીલકસ પાનની બાજુમાંથી દારૂની 10 બોટલ સાથે દિપક ચંદુભાઈ રામાવત (ઉ.વ.32, રહે.શીવસાગર શેરી નં.4, કોઠારીયા) ને દબોચી લઈ મોબાઈલ સહિત રૂ.30, 000નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જ્યારે દારુ વેચનાર પ્રકાશ ભરતભાઈ ચૌહાણ (રહે. મારૂતિ નંદન નગર શેરી નં.3, વિશ્વેશવર મંદિર પાછળ, મવડી) ની શોધખોળ હાથ ધરી છે. બંને આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Print