www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દિલ્હી જળમગ્ન : રસ્તા પર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે, વિસ્તાર બેટમાં ફેરવાયા, જ્યાં જુઓ ત્યાં પાણી


દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે ભારે વરસાદ બાદ હવે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાંજ સમાચાર

દિલ્હી : દેશમાં ચોમાસાના આગમન બાદ ઘણા રાજ્યોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ગુરુવારે ભારે વરસાદના કારણે ભેજવાળી ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને મોટી રાહત મળી છે

. હજુ પણ આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. ગુરુવારે દિલ્હીમાં વરસાદ પડવાને કારણે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજધાનીમાં ભારે વરસાદ બાદ AIIMS ની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આઝાદ માર્કેટ અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે બસ ફસાઈ ગઈ હતી, જેમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં ભારે વરસાદ બાદ ITO વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહનો પણ ફસાયા છે. દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં સતત ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર છે અને વાહનોની અવરજવર શક્ય નથી.

આ સપા સાંસદ રામ ગોપાલ યાદવના ઘરની બહારના દ્રશ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો આ વિસ્તારમાં રહે છે. આ દ્રશ્યો સફદરજંગ અને AIIMS વિસ્તારના છે, જ્યાં લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. મૂલચંદ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં અવિરત વરસાદના કારણે કેટલાંક વાહનો ડૂબી ગયા છે.

દિલ્હીના સાકેત મેટ્રો સ્ટેશનથી બહાર નીકળતા મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સતત ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

શહેરમાં આખી રાત અવિરત ભારે વરસાદ બાદ દિલ્હીમાં કર્તવ્ય પથની આસપાસ પાણી ભરાયા છે.

Print