www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આંધ્ર પ્રદેશમાં એનડીએની સહયોગી પાર્ટીનું એક્શન

વાયએસઆરપીસીની ઓફિસનું ડિમોલિશન: જગને કહ્યું-ટીડીપીની બદલાની રાજનીતિ


સ્ટે હોવા છતાં ડિમોલિશન કરી હાઇકોર્ટની અવગણના કરાઇ હોવાનો જગનનો આરોપ

સાંજ સમાચાર

વિજયવાડા (આંધ્રપ્રદેશ), તા.22
વાયએસઆરસીપીના કેન્દ્રીય કાર્યાલય પર બુલડોઝર ફરી વળતા વાયએસ જગન મોહન રેડ્ડીએ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ટીડીપી બદલાની રાજનીતિ કરી રહી છે. વધુમાં કહ્યું હતું કે અદાલતની રોક હોવા છતાં આ ડિમોલીશન કરી અદાલતની પણ અવગણના કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીનું કાર્યાલય શનિવારે સવારે જ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. એનડીએના સહયોગી પક્ષ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ સરકારમાં બિરાજતા જ આ કાર્યવાહી કરી હતી. 

માહિતી અનુસાર વિજયવાડાના તાડેપલ્લે જિલ્લામાં વાયએસઆરસીપીનું આ કાર્યાલય આવેલું હતું. કાર્યાલયને તોડી પાડવા માટે બુલડોઝરની મદદ લેવામાં આવી હતી. તેના તાત્કાલિક બાદ વાયએસઆરસીપીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

વાયએસઆરસીપીએ કહ્યું કે, ટીડીપીએ બદલાની રાજનીતિ કરી છે. અમે આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરી હોવા છતાં અમારું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. કોર્ટે પણ કોઈપણ પ્રકારની બુલડોઝરની કાર્યવાહી પણ રોક લગાવી હતી છતાં આવી પ્રવૃત્તિ કરવામાં આવી. 

 

 

Print