www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

1404 આવાસમાં આજે બીજા દિવસે પણ તોડપાડની કામગીરી યથાવત


ગઇકાલે વીજ જોડાણ કપાયા પછી બપોરથી શરૂ થયેલી તોડપાડની પ્રક્રિયા આજે બીજા દિવસે આગળ વધારતું કોર્પોરેશન

સાંજ સમાચાર

જામનગર તા.22: જામનગરમાં 2000ની સાલમાં બનેલી કોર્પોરેશનની પ્રથમ એવી 117 બ્લોકસમાં 1404 આવાસ યોજના ગત વર્ષે મ્યુ. તંત્ર-સત્તાધિશો રિડેવલપમેન્ટમાં લઈ ગયા બાદ લોકોને ચેતવણીની પ્રક્રિયાઓ પુરી કરીને આજે કોલોનીના બ્લોક નં.71 અને 72 તાત્કાલિક ખાલી કરાવીને તેની તોડપાડ કરતાં એક મહિલા બેશુધ્ધ થઈ ગયા હતા અને અન્ય બહેનોએ પણ રોતા-રોતા ઘર ખાલી કર્યું હતું. આજે બીજા દિવસે પણ અહીં તોડપાડની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. 

નિમ્ન મધ્યમ વર્ગ માટે તંત્રએ બનાવેલી આવાસ યોજના 2018ની સાલથી જર્જરિત જાહેર કરવામાં આવી હતી. જે બાદ 1 લાખ ચોરસ ફુટથી વધુની જગ્યા પર તંત્રએ બનાવેલી આ આવાસ યોજના ગત વર્ષે રિડેવલપમેન્ટમાં લઈ જવા મ્યુ.સત્તાધિશોએ નિર્ણય કર્યા બાદ લોકોને મકાનો ખાલી કરવાની ચેતવણીઓની પ્રક્રિયા પુરી કરીને55સ્લમ વિભાગના ઈજનેર અશોક જોષીએ. એસ્ટેટ વિભાગના દબાણ નિરિક્ષક સુનિલભાઈ ભાનુશાળી અને તોડપાડની ટીમ, ફાયર વિભાગના જવાનો, એક ફાયર 4ફાયટર, પોલીસ અને પીજીવીસીએલને સાથે રાખીને લોકોના મકાનોના મીટર ઉતારવાની કામગીરી શરુ કરાવતા હાંફળા- ફાંફળા લોકો પોતાનો સામાન ઉતારવા લાગ્યા હતા.

આ વખતે ગભરાયેલા ગરીબ મહિલાઓની આંખોમાં આંસુઓનો દરિયો છલકાયો હતો. અમુક લોકો તો આ ફ્લેટસમાં માત્ર સંસ્થાઓના ટીફીન ઉપર નભતા હોય તેવી સ્થિતિમાં છે. આ લોકોને તંત્રએ ભાડાના મકાનો શોધવા મજબુર કર્યાની લોકોની ફરિયાદ છે. જો કે, તંત્રએ આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર ફરીને તેમજ અખબારો દ્વારા વારંવાર નોટીસો આપીને જર્જરિત અને જોખમી બનેલા ઉપર નભતા હોય તેવી સ્થિતિમાં છે.

આ લોકોને તંત્રએ ભાડાના મકાનો શોધવા મજબુર કર્યાની લોકોની ફરિયાદ છે. જો કે, તંત્રએ આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર ફરીને તેમજ અખબારો દ્વારા વારંવાર નોટીસો આપીને જર્જરિત અને જોખમી બનેલા આવાસો ખાલી કરીને અન્યત્ર ખસી જવા લોકોને જણાવ્યું હતું. જે સામે લોકોની માંગણી હતી કે, અહીં આવાસો મોટાભાગે પાવર ઓફ એટર્ની ારા હપ્તા સંભાળી લેવાની શરતે લોકોએ લીધા છે.

મુળ માલીકને શોધી શકાય તેમ નથી. તેથી તંત્ર   જે લોકો આ રીતે રહે છે. તેને રિડેવલપમેન્ટમાં સમાવે. પરંતુ તંત્ર કાયદા મુજબ ચાલી શકે તેમ હોવાથી આવા લોકો હાલ રખડી પડયા હોવાની સ્થિતિ સર્જાઈ છે.માફીની યોજના આ વર્ષ પુરતી ચાલુ છે. લોકો તેનો લાભ લે.

આજે બીજા દિવસે પણ 1404 આવાસ કોલોનીમાં જર્જરીત મકાન તોડીપાડવા માટેની કામગીરી ચાલુ રહેવા પામી હતી. જેસીબી અને હીટાચીની મદદથી તોડપાડ હાથ ધરાઇ છે. 

 

Print