www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શિતળાધારમાં દારૂની 40 બોટલ સાથે દેવજી સાડમીયા ઝડપાયો


સાંજ સમાચાર


શિતળાધારમાં કારમાંથી દારૂની 40 બોટલ સાથે દેવજી સાડમીયા ઝડપાયો હતો. પોલીસે પોલીસે કાર સહિત રૂ.20,8800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલ જગદિશસિંહ પરમાર, પ્રદિપસિંહ ગોહીલ, વિરેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ કોઠીવાળ તથા ભોજભાઈ મોભ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીનાં આધારે શિતળાધાર સરદાર ગૌ શાળાની બાજુમાં જાહેર રોડ પર પડેલ સ્વીફટ કારની તપાસ કરતા કારમાંથી બિયરના ટીન 48 અને દારૂની 40 બોટલ મળી આવતાં કાર ચાલક દેવજી ધીરૂભાઇ સાડમીયા (ઉ.વ.27, રહે. હીંગોળગઢ તા.વિંછીયા) ને દબોચી લીધો હતો. પોલીસે કાર સહિત રૂ.20,8800 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Print