www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માંગરોળનાં કુકસવાડા ગામે રામદેવ મહારાજનાં યજ્ઞ મંડપના દર્શનાર્થે ભાવિકો ઉમટયા


ગામના યુવાનોએ ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતા જાળવી

સાંજ સમાચાર

(વિનુભાઇ મેસવાણીયા)
માંગરોળ, તા. 24

માંગરોળ પાસે આવેલ કુકસવાડા ગામે રામદેવજી મહારાજ યજ્ઞ મંડપના ધાર્મિક કાર્યની સાથે સાથે પ્રકૃતિ પર્યાવરણ અને માનવસેવાકીય કાર્યની અનોખી ઉજવણી કરાઈ હતી.કુકસવાડા ગામે તા.17.05.2024 થી 24.05.2024 સુધી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવેલ આ આઠ દિવસના ધાર્મિક પ્રસંગે આજુબાજુ વિસ્તારના અનેક ભાવિક ભક્તજનોએ આ ભક્તિરસનું ભાથું બાંધી ધાર્મિક કાર્યમાં સહભાગી થયેલ.

આ આઠ દિવસના ધાર્મિક પ્રસંગે સમસ્ત કુકસવાડા ગામના યુવાનોએ પોતાના કામધંધા બંધ કરી અને આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપેલ.આ ધાર્મિક કાર્યની સાથે સાથે વિજ્ઞાનને જોડી આ ગામના કાર્યકરોએ પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણી અંગે પણ કાર્ય કરેલ.બહારથી આવેલ મહેમાનોને અગવડતા ન પડે તે માટે વિશાળ જગ્યામાં આ યજ્ઞ મંડપનું આયોજન કરેલ.લોકો દ્વારા ખાણી પીણીના લીધે થતા કાગળ અને પ્લાસ્ટિકના કચરાનો આ મંડપ સમિતી દ્વારા રોજે રોજ નિકાલ કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે સ્વયંસેવકોએ ખુબ સારું આયોજન કરેલ હતું.

 

Print