www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોળકિયા સ્કૂલ્સ્ના વિદ્યાર્થીઓને ફાયર સેફટીના ઉપકરણોનું નિદર્શન કરાવ્યું


સાંજ સમાચાર

રાજકોટ,તા.24
આકસ્મિક દુર્ઘટનાઓ સામે ‘ચેતતા નર સદા સુખી ’ઉકિતને સાર્થક કરી ધોળકિયા સ્કૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનપા ફાયર સેફટી વિભાગના ઝુણેજા અને તેમની ટીમ દ્વારા આગ બુઝાવવાના વિવિધ ઉપકરણો અને ફાયર સેફટી વ્હીકલના કામગીરી વિશે વિસ્તૃત માહિતી સાથે શાળાના વિદ્યાર્થીઓને લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ ભવિષ્યની આકસ્મિક ઘટનાઓ સામે સચેત થવા માટે સજ્જ થયા હતાં. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયાએ ઉપસ્થિત રહી અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. 

Print