www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

VYO દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 44 ગામોમાં રિચાર્જ બોરવેલનું ડિજિટલ લોકાર્પણ સંપન્ન


♦વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી દ્વારા ધાર્મિક સેવા સાથે સામાજીક કાર્યો થકી સમાજને મજબૂત કરવાનો પ્રયાસ અભિનંદનીય: મુખ્યમંત્રી

સાંજ સમાચાર

♦ઉભા વાસણના જળમાં એક સ્ટ્રેસ રહેલું હોય છે, જયારે કુવામાં કે લોટામાં રહેલું જળ શાંત હોય છે આથી લોટામાં પાણી પીવું એ આપણી સંસ્કૃતિ છે: વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી

રાજકોટ તા.19
 વૈષ્ણવાચાર્ય પૂ.મહારાજની આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં વીવાયઓ દ્વારા કાર્યરત જલ સંરક્ષણ અભિવાન અંતર્ગત ગુજરાતના ગામોમાં 75 રિચાર્જ બોરવેલ કાર્યરત કરવાના અભિયાનને સાકાર કરવાનો અભિગમ સાકાર થઈ રહ્યો છે. ગાંધીનગરના સિવિલ કેમ્પસ સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે ગુજરાતના ગાંધીનગર, રાજકોટ તથા જામનગર જીલ્લાના 31 ગામોમાં કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પણ થયા બાદ વીવાયઓના તત્વાવધાનમાં નિર્માણ પૂર્ણ થઈ ગયેલ 44 વધુ બોરવેલ લોકાર્પણ વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં આયોજીત આ સમારંભમાં મુખ્ય અતિથિ તથા ઉદઘાટક ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બોરવેલનું ડિજિટલ લોકાર્પણ સંપન્ન થયું હતું.

 ગાંધીનગર જિલ્લાના ચંરૂલા, બાલવા, ડભોડા, છાલા દશેલા, જગુદણ, મોતીપુરા, ટીંડોળા, સોનારડા, નારદીપુર, અને લીંબડીયા, તેમજ અમરેલી જીલ્લાના સૂર્યપ્રતાપગઢ, અનિડા, નવા ઉજળા, વડેરા, વરૂડી, પ્રતાપપરા, નાના આંકડીયા, શેડુભાર, ઈશ્ર્વરીયા વરસડા, કેરીયાનાગસ, મતીરાળા, સલડી, લાલાવદર, દેવરાજીયા, મોટા દેવળીયા, ગાળ કોટડી, તથા ખાખરીયા, જુનાગઢ જીલ્લાના ઈવનનગર, ગોલાધર, મજેવડી, પત્રાપસર, માખીયાળા, આંબલીયા, જાલણસર, વાણંદિયા, વડાદ, ચોકલી, અલિન્દ્રા, અરણીયાળા, હાથરોટા, થાણા પીપળી, અજાબ, તેમજ સાબરકાંઠા જીલ્લાના બે ગામોમાં રિચાર્જ બોરવેલ કાર્યરત કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગના મુખ્ય સેવાર્થી પ્રદીપભાઈ ધામેચા, વીણાબેન ધામેચા ખાસ લંડન (યુકે)થી ઉપસ્થિત રહ્યા હતા તથા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, હિતેશભાઈ મકવાણા મેયર ગાંધીનગર મહાનગરપાલિકા, રીટાબેન કેતનકુમાર પટેલ ધારાસભ્ય ગાંધીનગર (ઉત્તર), કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય સયાજીગંજ વડોદરા, આ સાથે જ બીપીનભાઈ સોની અમદાવાદ, કિરીટભાઈ શાહ, ગુજરાત પ્રમુખ, શૈલેષભાઈ પટવારી પુર્વ ચેરમેન જીસીસીઆઈ, નીતિનભાઈ પટેલ, કાંતિભાઈ સુદાણી, દક્ષેશભાઈ શાહ, પ્રદીપભાઈ ગગલાની, જશવંતભા, ગાંધી તેમજ અનેક સામાજીક અગ્રણી સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 મુખ્યમંત્રી શ્રી વીવાયઓ અંતર્ગત 44 બોરવેલના લોકાર્પણ પ્રસંગના અનુસંધાનમાં ઉદબોધનમાં કરતા જણાવ્યું કે વીવાયઓના સંસ્થાપક અને વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી વ્રજરાજકુમારજીના ધાર્મિક અને સમાજ સેવાના કાર્યની સરાહના કરી હતી. સરકાર દ્વારા બોરવેલની વ્યવસ્થા તો થઈ છે પણ એના રિચાર્જનો વિચાર આવવો એ ખૂબ ઉમદા છે. પાણી બચાવી પાણીદાર ગુજરાતની વાત કર. એમણે એ પણ જણાવ્યું કે આપણે પાણીને ઉત્પન્ન નથી કરી શકતા તો એને બચાવવાનું આ ઉમદા કાર્ય વ્રજરાજકુમારજી અને આ સંગઠનને આવ્યું તે ખૂબ પ્રશંસાને પાત્ર છે.

 પૂ.વ્રજરાજકુમારજી મહારાજે પોતાની આશીર્વચન દરમ્યાન આ પ્રસંગને યાદગાર બનવા પાછળનું કારણ દર્શાવ્યું હતું. કે આજે નિર્જળા એકાદશી છે અને 18 તારીખ છે. 18 એટલે 1+8+9 શુભ આંકડો છે. એકાદશી 1+1=2 બંનેનો સરવાળો 11 જ રહે છે જે શુભનું સુચન કરે છે. અને નિર્જળા એકાદશી કે જે બદી એકાદશીમાં સૌથી મહત્વની ફળદાઈ છે. આવા દિવસે ઉપસ્થિત રહીને સમયનું યોગદાન આપેલ સર્વેને પૂ.ના આશીર્વાદ પ્રાપ્ત થયા. આજનો પ્રત્યેક નાગરીક પ્રકૃતિને સંરક્ષિત કરવાના કાર્યમાં મજબૂતાઈથી જોડાઈ જાય તો ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત જીવનશૈલી પ્રદાન કરવામાં વર્તનાનનો બહુ મોટો ભાગ ભજવાશે.

 પૂ. મહારાજે કુવાના પાણીનું મહત્વ સમજાવ્યું જે આપણી સંસ્કૃતિ છે પાણીના ઉભા ગ્લાસ અને બોટલો પોર્ટુગલ જેવી પાશ્ર્ચાત સંસ્કૃતિમાંથી આવેલું કલ્ચર છે. ઉભા વાસણોના જલમાં એક સ્ટ્રેસ રહેલું હોય છે શાંત નથી હોતું, જયારે કુવામાં કે લોટામાં રહેલું જલ શાંત હોય છે જે પીવાથી સ્ટ્રેસ દુર થાય છે. આ એક સાયન્સની પણ સમજ આપી. આપણે પણ આપણા વડવાઓની જેમ લોટામાં પાણી પીવું જોઈએ.

Print