www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આંગણવાડીના 3128 બાળકોને વિનામૂલ્યે લંચ બોકસનું વિતરણ


શીશુ કલ્યાણ સમિતિ ચેરમેન દિલીપ લુણાગરીયાનો સેવાયજ્ઞ

સાંજ સમાચાર

રાજકોટ, તા. 27
રાજય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગની સૂચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આંગણવાડી પ્રવેશોત્સવની તા.26થી ર8  ઉજવણી કરવામાં આવી રહી છે. કોર્પો. હસ્તક કુલ 364 જેટલી આંગણવાડીઓ અલગ અલગ વોર્ડમાં આવેલ છે. આ આંગણવાડીઓમાં 3 વર્ષથી 6 વર્ષ સુધીના આશરે 15,941 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત નવા કુલ 3128 બાળકો પ્રવેશ મેળવવાના છે. શિશુ કલ્યાણ,ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા રૂ.60,000ના સ્વખર્ચે આંગણવાડી પ્રવેશોત્સવ દરમ્યાન નવા પ્રવેશ મેળવનાર દરેક બાળકને વિનામૂલ્યે લંચ બોક્સનું વિતરણ કરવામાં આવનાર છે. આ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિએ જરૂરતમંદ બાળકો માટે સેવાનો યજ્ઞ પણ કર્યો છે. 

Print