www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોટાદ સહિત 50 તાલુકાઓમાં પક્ષીઓ માટે નિ:શુલ્ક પાણીના કુંડાનું વિતરણ


સાંજ સમાચાર

બોટાદ,તા.20
સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પરમ પૂજ્ય શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજી મહારાજનાં 75 માં પ્રાગટ્ય અમૃત જન્મોત્સવ વર્ષ તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી ભક્તિ પર્વ અંતર્ગત પૂજ્ય શ્રી ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજના પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની સર્વજીવ હિતાવહની આજ્ઞા અનુસાર તા.17 આંતરરાષ્ટ્રીય સ્તરે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

હવે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીની આવશ્યકતા હોય જેથી એસવીજી ટ્રસ્ટ દ્વારા તા.19ને રવિવારે સવારે 8 કલાક થી  ગુજરાત રાજ્યના 50 થી વધુ તાલુકામાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે કુંડાઓનું તદ્દન ફ્રીમાં વિતરણ કરવામાં આવશે જે અંતર્ગત બોટાદ ખાતે શ્રી હનુમાનજી ગેટ દિનદયાળ પુતળા ચોક બોટાદ ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે. 

Print