www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા દ્વારા ભાયાવદરમાં રાહતદરે નોટબુક વિતરણ


સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ દ્વારા)
ઉપલેટા તા.22
વલ્લભ ફાઉન્ડેશન ઉપલેટા તાલુકા શાખા દ્વારા ભાયાવદર ખાતે પત્રકાર રમેશભાઈ સાંગાણીની સાંગાણી ન્યુઝ એજન્સી દુકાનેથી રાહતભાવે નોટબુકનું વિતરણ ચાલુ કરેલ છે.

સંસ્થાના પ્રમુખ રમેશભાઈ સાંગાણી ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ લાઠીગરાએ જણાવેલ છે કે મધુસોન લાલજી મહોદયની આજ્ઞાથી અમોએ આ કાર્ય શરૂ કરેલ છે. ઉપલેટા તાલુકાના દરેક ગામો જેમકે ઉપલેટા કોલકી, મોટી પાનેલી, અરણી, ખીરસરા, વડાળી, જામબોરડી, ભાંખ સહીતના ગામોમાં રાહતભાવે નોટબુકનું વિતરણ ક્રશુ. કારણ કે મોટા શહેરમાં અનેક સંસ્થા વેચાણ કરે છે પરંતુ નાના ગામોમાં જઈને રાહતભાવે નોટબુકનું વિતરણ કરવામાં આવશે.

Print