www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 4
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 7મી મેના રોજ મતદાન યોજાવાનું  છે. ત્યારે પોલિંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં અછઘ કક્ષાના ઋઈ સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યાએ વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. 

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડ્યાએ આ તકે જિલ્લાના તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં આગામી તા.7 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ માટે વઢવાણ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ મતદાન પ્રક્રિયામાં તમામ અધિકારીઓ/કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કર્યું છે. જિલ્લાના તમામ બુથો પર કરવામાં આવેલી સુરક્ષા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બુથ પર તમામ મતદારોને સુરક્ષિત માહોલ મળી રહે તે માટે સુરક્ષાની પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તમામ બુથો પર પુરતા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

આથી તમામ મતદારોને તા.7 મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક પર જઈ પોતાના કામમાંથી થોડો સમય કાઢી અવશ્ય મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો હતો. 

Print