www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડિવાઇન એડ. તથા HRM એજન્સીનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ


સાંજ સમાચાર

રાજકોટ, તા.22

એડવર્ટાઇઝીંગ અને બ્રાન્ડિંગ ક્ષેત્રમાં ડીવાઇન પાયાની ભૂમિકા ભજવનાર એક એવી એજન્સી છે જે સમય સાથે તાલ મેળવીને અનેક નામાંકિત કંપનીઓની બ્રાન્ડને આજે માર્કેટમાં ફેમસ બનાવી દીધી છે. 2021ની  22 જુને નિરવભાઇ પંડ્યાએ રાજકોટ શહેરમાં ડિવાઇન માર્કેટીંગ એજન્સીનો શુભ પ્રારંભ કરેલ. આજે ડિવાઇન ગુજરાત અને લંડનમાં પણ સારી અને સફળ ઓળખ ઉભી કરી ચૂકી છે. પિતા ભગવતીપ્રસાદના (રાજકોટ આકૃતિ એડવટાઇઝીંગવાળા)ના પ્રેરણા અને આશિર્વાદથી ખૂબ જ ટુંકા સમયમાં ડિજીટલ ઓનલાઇન અને ઓફલાઇન ક્ષેત્રે ડિવાઇન માર્કેટીંગના ઓનર નિરવભાઇ પંડ્યાએ સારી સફળતા મેળવી છે. ક્રિએટી અને ડિજીટલ માર્કેટીંગ સોલ્યુશન્સ, બ્રાન્ડીંગ સોલ્યુશન્સ, કોમ્યુનિકેશન, મીડિયા મેનેજમેન્ટ તેમજ દરેક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝથી લઇને એજ્યુકેશનલ, રીયલ એસ્ટેટ, મેડીકલ, કોસ્મેટીક્સ, જવેલરી ફુડ એન્ડ બેવરીઝ, આઇટી કંપનીઓ અને એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રોમાં ડિવાઇન અગ્રેસર રહ્યું છે.

નિરવભાઇએ ડિવાઇન માર્કેટીંગ, ડિવાઇન એડવર્ટાઇઝીંગ, એચઆરએમ પ્લેસમેન્ટ (હોસ્પિટાલીટી મેનેજમેન્ટ) તેમજ ડિવાઇન ફુડ સર્વિસ જેવી ફર્મ ટુંક સમયમાં રાજકોટની જનતા સમક્ષ ઉભી કરી દીધી છે. આ સાથે નિરવભાઇ ભારત દેશની નેશનલ ક્રાઇમ બ્યુરો એન્ડ ઇન્વેસ્ટીગેશન જેવી એજન્સીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ડિવાઇન આઇએમએ સાથે કામ કરનારી એજન્સી પણ છે. નિરવભાઇ આજે માનવ કલ્યાણ હેતુથી એક્ટીવ ટ્રસ્ટ અને એનજીઓમાં પણ વિના મૂલ્યે ડોક્ટર્સનો સ્ટાફ પુરો પાડે છે. આધુનિક અભિગમભર્યા સબળ નેતૃત્વ હેઠળ એક જવાબદાર વિજ્ઞાપન એજન્સી તરીકે વિશિષ્ટ ઇમેજ ઉભી કરી છે અને સફળતાના શિખરો સર કર્યા છે. સગા-સ્નેહીઓનો તેમના મોબાઇલ નં. 98794 50072 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે કે આ સફર એમની કામયાબીની દિશા તરફ આગળ વધે.

 

Print