www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર


સાંજ સમાચાર

રાજકોટ,તા.23
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાંશ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.23ને ગુરૂવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા7:00 કલાકે શણગાર  આરતી  કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો  દિવ્ય શણગાર  કરવામાં આવેલ 

શ્રીહરિ મંદિરમાં પૂનમ નિમિતેસાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનુંદિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવેલ.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ. 

Print