www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટેલીગ્રામ-ઇન્સ્ટાગ્રામ પરથી રોકાણ કરતા નહીં : NSE દ્વારા ચેતવણી


રોકાણને લગતી ખોટી સલાહ અને ગેરકાયદે ટ્રેડીંગની પ્રવૃતિથી બચવા સલાહ

સાંજ સમાચાર

મુંબઇ, તા. 18
નેશનલ સ્ટોક એકસચેંજ દ્વારા રોકાણકારોને ઇન્સ્ટાગ્રામ તથા ટેલીગ્રામ ચેનલથી આવતી રોકાણની સલાહો અને ગેરકાયદે ટ્રેડીંગની સેવાઓથી ચેતવા સલાહ આપી છે. 
એનએસઇએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલી એક ચેતવણીમાં કહ્યું કે, કેટલીક વ્યક્તિ અને સંસ્થાઓ સુરક્ષિત, નિશ્ચિત અને ગેરંટેડ રિટર્નનો વાયદો કરીને રોકાણકારોને આકર્ષિત કરે છે.

આવા દાવાઓ ગેરકાયદે છે અને રોકાણકારોએ આવી કોઈ પણ યોજના કે પ્રોડક્ટમાં રોકાણ ન કરવું જોઈએ. ઇન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

વધુમાં જણાવ્યું છે કે, તમે કોઈ પણ એવી વ્યક્તિ કે સંસ્થાથી રોકાણની સલાહ ન લો જે સુરક્ષિત, નિશ્ર્ચિત કે પછી ગેરંટેડ રિટર્નનો વાયદો કરે છે. આ ઉપરાંત કોઈની પણ સાથે પોતાની ટ્રેડિંગ ક્રેડેન્શિયલ જેમકે યૂઝર આઇડી/પાસવર્ડ શેર ન કરો. એનએસઇની વેબસાઈટ પર ’નો યોર સ્ટોક બ્રોકર’ સુવિધાનો ઉપયોગ કરીને માત્ર રજિસ્ટર્ડ સ્ટોકબ્રોકર થકી જ ટ્રેડિંગ કરો.  ખોટી સલાહ આપનારા અને છેતરપીંડી કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવા સ્ટોક એકસચેંજે તૈયારી કરી છે. 

 

Print