www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પાકિસ્તાનમાં ગધેડાઓ વધ્યા!! ચાર વર્ષમાં ચાર લાખ ગધેડાઓનો ઉમેરો!!


સાંજ સમાચાર

ઈસ્લામાબાદ,તા.14
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં ગધેડાની સંખ્યા સતત વધી રહી છે. પાકિસ્તાનના નાણાં મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે આર્થિક સર્વે 2023-24માં આ વાતનો ખુલાસો કર્યો હતો.

દર વર્ષે ગધેડાની સંખ્યામાં એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે અને ઘેટાં બકરાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારોમાં 80 લાખથી વધુ પરિવારો પશુધન ઉત્પાદનમાં ઊંડે સુધી સંકળાયેલા છે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગધેડાની વસ્તી વધીને 59 લાખ થઈ ગઈ છે.

પાકિસ્તાનમાં 2019-20માં ગધેડાની કુલ સંખ્યા 55 લાખ હતી, જે 2020-21માં વધીને 56 લાખ, 2021-22માં 57 લાખ, 2022-23માં 58 લાખ અને હવે 2023-24 દરમિયાન 59 લાખ થઈ ગઈ છે.ચાર વર્ષમાં આ આંકડો ચાર લાખથી વધુમાં પહોચ્યો છે.

પાકિસ્તાન પશુધન પર નિર્ભર છે. ગધેડાની સંખ્યા દેશની ગ્રામીણ વસ્તી કરતા વધી ગઈ છે. જેમાં સીધી રીતે પાકિસ્તાન સરકારે પણ રોકાણ કર્યું છે.

Print