www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઇટ્રાના ડાયરેકટર પદેથી ડો.અનુપ ઠાકરનું રાજીનામું


અંગત-પારિવારીક કારણસર રાજીનામું આપ્યું: આસામના ડો.પટગીરીને ચાર્જ સોંપવાનો આદેશ: ડો.પટગીરી હાલ રજા ઉપર હોવાથી તેનો હવાલો ડો.હિતેષ વ્યાસને સોંપાયો

સાંજ સમાચાર

જામનગર તા.22
દેશની આઈ.આઈ.એમ. અને આઈ. આઈ.ટી.ની માફ્ક 2020માં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે દરજ્જો પામનારી જામનગરની આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ સંસ્થાના ડાયરેક્ટર ડો. અનુપ ઠાકરે અચાનક પદ પરથી રાજીનામું આપી દેતા આયુર્વેદ ક્ષેત્રમાં તર્ક-વિતર્ક સર્જાયા છે જો કે, તેઓએ પોતાના રાજીનામાં પાછળ અંગત કારણ હોવાનું જણાવ્યું છે. હાલ તેમનો ચાર્જ આસામના ડો.પટગીરીને સોંપવાનો આદેશ કરવામા આવ્યો છે. પરંતુ તેઓ હાલ એલટીસીમાં હોય જેથી હાલ ચાર્જ ડો.હિતેષ વ્યાસને સોંપવામાં આવ્યો હતો.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં લેક્ચર તરીકે વર્ષ 1998 થી કાર્ય શરૂ કરનાર ડો. અનુપ ઠાકર ના 100 વધુ સંશોધન પત્રો અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેઓએ વર્ષ 2017 ના ઓક્ટોબર માસથી જે તે સમયે ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (આઈટીપીજી એન્ડ આરએ) સંસ્થાના નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો.

આ દરમિયાન વર્ષ 2018/20 માં થોડા સમય માટે આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની જગ્યા ખાલી પડતા તેઓ ઇન્ચાર્જ પણ રહ્યા હતા.બાદમાં ભારત સરકારે આ આયુર્વેદ સંસ્થાને ખાસ દરજ્જો આપતા સંસ્થાનું નામ ઇન્સ્ટિટયૂટ ઓફટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઈટીઆરએ) થયું હતું.

Print