www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધોરાજીમાં હાર્ટએટેકના દર્દીને નવજીવન આપતા ડો.ચંદ્રજીત સોલંકી


સાંજ સમાચાર

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)ધોરાજી તા.23
 ધોરાજીમાં હાર્ટએટેકના દર્દીને ડો.ચંદ્રજીત સોલંકીએ નવજીવન આપેલ છે.
 ધોરાજીના સ્ટેન રોડ પર આવેલ સ્કંદ લાઈફ કેર ખાતે હબીબભાઈ બકાલીને સવારે છાતીમાં બહુ જ દુ:ખાવો થતો હતો. તે દરમ્યાન ઈસીજી કાઢતા હાર્ટએટેક આવેલ હતો. ત્યારબાદ ડો. ચંદ્રજીત સોલંકીએ લોહી પાતળુ કરવાનું ઈન્જેકશન સ્ટ્રેપટો કાઈન્સ આપીને તુરંત જ સારવાર ચાલુ કરાવી દર્દીને નવજીવન આપેલ હતું.
 દર્દીના પરીવારજનો, સગા, સબંધીઓ સહીતના લોકોએ ડો. ચંદ્રજીત સોલંકી (એમડી મેડીસીન)ને અભીનંદન પાઠવેલ હતા.

Print