www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સૌરાષ્ટ્ર-કચ્છના જાણીતા ઈએનટી સર્જન

ડો.હિમાંશુ ઠકકરનો આજે જન્મદિન: શુભેચ્છા વર્ષા


સાંજ સમાચાર

રાજકોટ,તા.1
જાણીતા કાન-નાક-ગાળાના સર્જન ડો. હિમાંશુ ઠક્કરનો આજે ડોકટરના ડેના જન્મદિન છે. ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ રાજકોટ ખાતે ઇ.એન.ટી. સર્જન તરીકે છેલ્લા 22 વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરે છે. મૂળ જૂનાગઢનાં વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર આ  તબીબ કે જેમને નાની ઉમરમાં અનેક જટિલ ઓપરેશનો પાર પાડી તબીબી ક્ષેત્રે ખૂબ જ નામના મેળવી છે.

તેમનો આજે જન્મ દિવસ છે તે સાથે આજે 1 જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે તરીકે પણ ઉજવાય છે.  તેઓ દર્દી નારાયણની સેવામાં હમેશા તત્પર રહે છે. ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જરનલોમાં પ્રસિદ્ધ થયેલ છે. ડો. હિમાંશુ ઠક્કરને આઈ.એમ.એ, ડો.સી.એસ.ઠાકર નેશનલ ઍવોર્ડ, લોહાણા મહાપરિષદ દ્વારા શ્રેષ્ઠ રઘુવંશી આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક પ્રતિભા એવોર્ડ પણ મળેલ છે અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે.

ડો. હિમાંશુ ઠક્કર ઇંડિયન મેડિકલ અસોશિએશન દ્વારા medachievers અવોર્ડ ઓફ મેરિટ પણએનાયત થયેલ છે. પેજ 3 મેગેઝિન દ્વારા PRIEST OF HUMANITY    અવોર્ડ પણ ડો.હિમાંશુ ઠક્કરને એનાયત થયેલ છે,ડો. હિમાંશુ ઠક્કરનું નામ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમા પણ સ્થાન પામેલ છે.ડો.હિમાંશુ ઠક્કર અનેક સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેમની સેવાકીય પ્રવૃત્તિ ઓ બદલ તેમને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

ડો. હિમાંશુ ઠક્કરે 22 વર્ષની જ્વલઅત કારકિર્દીમાં અનેક સફળ ઓપરેશન દ્વારા  અનેક દર્દીઓને  નવજીવન આપ્યું છે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. ઇએનટી સોસાયટી ઓફ રાજકોટના તેઓ ભુતપૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ રઘુવંશી ડોક્ટર અસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુકેલા છે.

તેઓ રાજકોટ લોહાણા મહાજન ના ભૂતપૂર્વ માનદ મંત્રી પણ રહી ચૂક્યા છે. આજે 1 જુલાઈ કે જે ડોક્ટર્સ ડે તરીકે ઉજવાઇ છે સાથે સાથે તેમની ડો. ઠક્કર ઇ.એન.ટી. અને ડેન્ટલ હોસ્પિટલ કે જે વિદ્યાનગર મેઈન રોડ. 202 લાઈફ લાઈન બિલ્ડીંગ રાજકોટ ખાતે આવેલ છે જે 17 વર્ષ પૂરા કરી 18  માં વર્ષમાં પ્રવેશ કરે છે. છેલ્લા 17 વર્ષથી ઠક્કર હોસ્પિટલ ખાતે જરૂરીયાત મંદદર્દીઓ માટે 1 જુલાઈના રોજ સેવા યજ્ઞ રૂપી કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ત્રિવેણી સંગમ કે જેમાં ડો.હિમાંશુ ઠક્કરનો જન્મદિવસ. હોસ્પિટલનો 18માં વર્ષમાં પ્રવેશ.અને ડોક્ટર્સ ડે નિમિતે તેમના મિત્ર વર્ગ તરફથી શુભેચ્છા આપવામાં આવી રહી છે.(મોબાઇલ નં. 79901 53793) 

 

Print