www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અયોધ્યામાં રામલલાના પૂજારીઓ માટે આજથી ડ્રેસકોડ અમલમાં


સાંજ સમાચાર

અયોધ્યા,તા.1
રામલલાના પૂજારીઓનો ડ્રેસ કોડનો આજથી અમલ થઈ ગયો છે. નવા 20 પુજારીઓની કાયમી તૈનાતીથી લાગુ થશે. આ પહેલાથી સ્થાયી તૈનાત વરિષ્ઠ પૂજારીઓને પણ લાગુ પડશે.

રામમંદિરમાં એકરૂપતા લાવવા માટે વરિષ્ઠ પુજારી પણ આ બાબતે સહમત મુખ્ય અગ્રણી આચાર્ય સત્યેન્દ્ર દાસ શાસ્ત્રી પણ તેને પાલન કરાવી રહ્યા છે. સહાયક પૂજારીઓએ પણ ડ્રેસ સીવડાવી લીધો છે.

રામમંદિરના સહાયક પૂજારી અશોક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના પૂજારીઓ માટે પીતાંબરી અને ધોતીની સાથે સાફો (પાઘડી) ફરજીયાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ડ્રેસ શરૂઆતથી માન્ય રહ્યો છે પરંતુ અનિવાર્યતા નહોતી.
....

Print