www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

દ્વારકામાં વરસાદ-પવનને પગલે જગત મંદિરની ધજા અડધી કાઠીએ ફરકાવાઈ


સાંજ સમાચાર

ખંભાલીયાતા.1
દેવભૂમિ દ્વારકામાં વરસાદ તથા તોફાની પવનને પગલે અહીંના જગત મંદિર પર અડધી કાઠીએ ધજા લહેરાવાઈ છે. દ્વારકામા રવિવારે વહેલી સવારથી જ વરસાદ વરસવો શરૂ થયો હતો.ભારે વરસાદ, પવન હોય ત્યારે દ્વારકાધીશની ધજા સુરક્ષાનાં કારણોસર અડધી કાઠીએ ફરકાવાય છે. જેના પગલે આજે ધજા અડધી કાઠીએ લહેરાવાઈ હતી.

નોંધનીય છે કે દ્વારકા જગત મંદિરમાં દરરોજને માટે છ ધજાજી ચડાવવામાં આવે છે. ધજાજી ચડાવવા માટે ખુબ મોટુ વેઈટીંગ લીસ્ટ રહેલ છે. ભકતોની મનોકામના પૂર્ણ થયે ધ્જાજી ચડાવીને ભકતો શ્રીજી સમક્ષ આભાર પ્રગટ કરે છે. તડકો હોય, વાવાઝોડુ હોય, વરસાદ હોય પરંતુ દરરોજને માટે છ ધ્વજાજી ચડાવવાનો નિયમ રહેલો છે.

દ્વારકાના ત્રીવેદી પરિવારના યુવાનો ધ્વજાજી ચડાવવાનું કામ કરે છે. 150 ફૂટ ઉંચા મંદિરના શિખર ઉપર લગભગ 25 ફૂટ લાંબો ધ્વજ દંડ આવેલો છે. આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવે છે.

હવામાન ખાતાની આગાહી અનુસંધાને ભારે પવન તથા ભારે વરસાદની સંભાવના સેવવામાં આવે છે. ત્યારે જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધ્જાજી અડધી કાઠીએ સુરક્ષાના લીધે ફરકાવવામાં આવી હતી.

Print