www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરતમાં ચાર્જિગ થતાં ઈ-બાઈકની બેટરી ફાટતા આગ ફાટી નીકળી: માતા-પિતાને બચાવવા દોડેલી પુત્રી ભડથુ થઈ


બેટરી ફાટતા બાજુમાં રહેલા વાહનો-ગેસ સીલીન્ડર ફાટયો: દુકાન મકાનમાં આગ પ્રસરી: ફાયરની ટીમો દોડી: 4 વ્યકિતઓ દાઝી: ત્રણનો રેસ્કયુમાં બચાવ

સાંજ સમાચાર

સુરત,તા.21

સુરતનાં લિંબાયત વિસ્તારનાં લક્ષ્મીપાર્ક ગેહાઉસ સોસાયટીનાં એક મકાનમાં ચાર્જિગમાં રહેલા ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતાં આગ પ્રેસરતા બાજુમાં રહેલા પેટ્રોલ બાઈક અને ગેસ સીલીન્ડર ફાટતા વિકરાળ બનેલી આગ દુકાન-મકાનમાં પ્રસરતા આગની લપેટમાં આવી ગયેલી યુવતીનું મોત થયુ હતું.જયારે ચાર વ્યકિતઓ દાઝી હતી.આ ઘટનાની જાણ થતા ફાયરની ટીમે દોડી આવી રેસ્કયુ હાથ ધરી ત્રણ વ્યકિતઓને બચાવી આગને મહામહેનતે કાબુમાં લીધી હતી ઘટનાની જાણ થતા ડે.મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યુ હતું.

 લક્ષ્મીપાર્ક રોહાઉસ સોસાયટીના મકાન નંબર 8માં સિરાવિ પરિવાર રહે છે. 46 વર્ષીય દોલારામ સિરાવિ ગ્રાઉન્ડ ફ્લોર પર હાર્ડવેરની દુકાન ચલાવે છે. ઉપરના બે માળમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી મહિમા 18 વર્ષની હતી. આજે યોગ દિવસ હોવાથી સવારે 5 વાગ્યે ઉઠ્યો હતો. દરમિયાન સાડા પાંચની આસપાસ ઘર નંબર આઠમાં ધડાકાનો અવાજ આવ્યો હતો. ત્યાં પહોંચતા જ થોડી જ વારમાં એક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર પાછળના ભાગે એક ઇ-બાઈકને ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું. આખી રાત આ ઇ-બાઈક ચાર્જિંગમાં હોવાથી ગરમ થઈ ગયું હતું અને ત્યારબાદ તેમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી.

ઇ-બાઈકમાં આગ લાગ્યા બાદ નજીકમાં જ એક બીજું બાઈક પણ હતું. જેમાં પેટ્રોલ હોવાથી આગ વધુ પ્રસરી હતી અને નજીકમાં રહેલા એક સિલિન્ડર સુધી પહોંચી ગઈ હતી. આગની ઝપેટમાં આવતા આ ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી. આ હાર્ડવેરની આખી દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી અને આગ પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી.પહેલા માળે દોલારામ અને તેની પત્ની અને એક દીકરો સૂઈ રહ્યા હતા. જ્યારે તેની બે દીકરીઓ અગાસી પર સૂતી હતી. જે પૈકી મોટી દીકરી મહિમા આગ લાગી હોવાની જાણ થતા નીચે માતા-પિતાને બચાવવા માટે દોડી ગઈ હતી. જો કે, આગના ધુમાડામાં તે ગૂંગળાતા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ તે આગની ઝપેટમાં આવી જતા આખી સળગીને ભડથું થઈ ગઈ હતી.બ્લાસ્ટના બે ધડાકાના કારણે આખી સોસાયટી ત્યાં દોડી આવી હતી. ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. 

Print