www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભાવનગરનાં ગારીયાધારમાં ધરા ધ્રુજી: 3.7 ની તીવ્રતાનો ભૂકંપ


ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલીતાણાથી 21 કિ.મી. દૂર નોંધાયું

સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.21
ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને આજુબાજુના પંથકની ધરતી ગઈ રાત્રે ધ્રુજી ઉઠી હતી.  પાલિતાણાથી 21 કિલોમીટર પશ્ર્ચિમ-ઉત્તર દિશામાં રાતના 9.27 કલાકે 3.7 મેગ્નિટ્યૂડની તીવ્રતાના સાવ મધ્યમ કક્ષાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જો કે પાલિતાણા શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં આ આંચકાની અનુભૂતિ લોકોને થઇ ન હોવાનું જાણવા મળ્યું છે.  ધરતી કંપની અસર ગારિયાધારના ગ્રામ્ય પંથકમાં થઇ હતી. 

પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈ રાત્રે  રાતે 9.27 કલાકે ભાવનગર જિલ્લાના પાલિતાણાથી 21 કિલોમીટર દુરના અંતરે વાયવ્ય ખૂણામાં આવેલા સ્થળે આ આંચકાનું એપી સેન્ટર આવલું હતુ. જો કે પાલિતાણા શહેર કે આપપાસના વિસ્તારમાં 3.7 મેગ્નિટ્યૂડની તીવ્રતાના આ આંચકાની કોઇ અનભૂતિ થઇ ન હતી પણ ગારિયાધાર શહેર અને આસપાસના વિસ્તારોમાં આ હળવા આંચકાનો અનુભવ થયાનું લોકોએ જણાવ્યું હતુ .

ગારિયાધાર આસપાસના મોટી વાવડી, સમઢીયાળા, ગુજરડા, અખતરીયા, માંડવી, પરવડી, પચ્છેગામ, શિવેન્દ્રનગર, ચોમલ, માનગઢ સહિતના ગામોમાં 3.7ની તીવ્રતાના ભરતીકંપના આંચકાની અનુભૂતિ થઇ હોવાનું ગ્રામ્યજેનો એ જણાવ્યું હતુ.

 

Print