www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચૂંટણીપંચ ભાજપની વિસ્તારિત શાખા: રાઉતના ગંભીર આરોપો


થાણે-કલ્યાણમાં મતદાન પ્રક્રિયામાં ગરબડી: રાઉત

સાંજ સમાચાર

મુંબઇ, તા.22
પાંચમાં ચરણના મતદાનના એક દિવસ બાદ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે ચૂંટણી પંચ પર નિશાન સાધી સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ ભાજપની વિસ્તારિત શાખા છે.

રાઉતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની 13 સીટો પર મતદાનની પ્રક્રિયા ધીમી રહી હતી જ્યારે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી દલ (એમવીએ)ના ઉમેદવાર સારા મતદાનની આશા રાખી હતી.

રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે, જે ક્ષેત્રોમાં ભાજપ કે તેના ગઠબંધનની પાર્ટીઓના ઉમેદવારોને વધુ વોટની આશા હતી ત્યાં ઝડપથી મતદાન થયું. રાઉતે આક્ષેપ લગાવ્યો હતો કે ઇવીએમ તો હેક નહોતું થઇ શકતું કે પૈસા નહોતા વિકસિત થઇ શકતા એટલે મતદાન પ્રક્રિયા ધીમી કરી નાખી.

 

Print