www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આઝાદી બાદ પહેલી વખત લોકસભા અધ્યક્ષની ચૂંટણીના એંધાણ


ભાજપ સાથી પક્ષોને ઉપાધ્યક્ષપદ આપી શકે: ટીડીપીને અધ્યક્ષ માટે ઉમેદવાર ઉભા રાખવા સંજય રાઉતનું ઈંજન!

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.21
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જૂને લોકસભાના નવા અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજુ કરે તેવી શકયતા છે. આ જાહેરાત 24 જૂનથી 3 જૂલાઈ સુધી ચાલનારા 18માં લોકસભા સત્રના આરંભ સાથે જ કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીમાં 240 બેઠક મેળવ્યા પછી ભાજપ અધ્યક્ષ પદ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. સૂત્રોના કહેવા મુજબ, ભાજપ, એનડીએ ગઠબંધનના સહયોગીઓને ઉપાધ્યક્ષપદ આપી શકે છે. આ માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ સહયોગી પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે.

લોકસભા અધ્યક્ષ માટે ભાજપના સંભવિત ઉમેદવારોમાં આંધ્રપ્રદેશના સાંસદ દગ્ગુબાટી પુરદૈશ્ર્વરી અને અમલાપુરમથી પહેલીવાર ચુંટાયેલા ટીડીપી સાંસદ જીએમ હરીશ બાલયોગીની સાથે વર્તમાન અધ્યક્ષ ઓમ બિરલાના નામ ચર્ચામાં છે.

વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનનો મત એવો છે કે ભાજપે લોકસભા અધ્યક્ષ પદ એનડીએના સહયોગી જેડીયુ કે ટીડીપીને આપવું જોઈએ. જો કે, નીતીશકુમારની જેડીયુએ સ્પષ્ટ કહ્યું કે, ‘એ ભાજપના નિર્ણયનું સમર્થન કરશે.’ જયારે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીનું કહેવું છે કે ‘સતાધારી ગઠબંધનના સહયોગીઓએ સર્વસંમતિથી અધ્યક્ષના નામ પર નિર્ણય કરવો જોઈએ.’

આ માટે એનડીએના સહયોગીઓ સાથે ભાજપ નેતૃત્વ 22 કે 23 જૂનની આસપાસ બેઠક યોજી શકે છે. ઈન્ડિયા ગઠબંધનના મહત્વના સહયોગી શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે "જો ટીડીપી લોકસભા અધ્યક્ષ માટેની ચુંટણીમાં ઉમેદવાર ઉભો રાખશે તો ઈન્ડિયા ગઠબંધનના તમામ સહયોગી ટીડીપી માટે સમર્થન સુનિશ્ચિત કરશે.

રાઉતે એમ પણ કહ્યું કે, અમને અનુભવ છે કે ભાજપ એ લોકો સાથે વિશ્વાસઘાત કરે છે. જે તેમને સમર્થન આપે છે.” મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસને એનડીએમાં તિરાડ પડવાની હજુ આશા છે, પરંતુ હમણાં એવા કોઈ સંકેત સાંપડી રહ્યા નથી.

હકીકત એ પણ છે કે, અધ્યક્ષ પદને લઈને ટીડીપી સમજી-વિચારીને આગળ વધી રહી છે. જો આગામી સપ્તાહમાં વિપક્ષો લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉતારશે, તો આ આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ પદની ચુંટણી યોજાશે.

આ પહેલા લોકસભા અધ્યક્ષને સર્વસંમતિથી જ ચુંટવામાં આવ્યા છે. આઝાદી પછી યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી પછી ગણેશ વાસુદેવ માવળંકર અધ્યક્ષ (1952-1957) બન્યા હતા.

♦ભાજપ સાંસદ ભર્તુહરિ મહેતાબ પ્રોટેમ સ્પીકર
નવી દિલ્હી: 

કરની નિમણુક કરી દીધી છે. ઓડિશાથી ભાજપ સાંસદ ભર્તુહરિ મહેતાબને લોકસભાના સત્રને જોતાં આ નિમણુંક કરી છે. મહેતાબ સાત વખતના સાંસદ છે અને આગામી સ્થાયી સ્પીકરની નિમણુંક સુધી તેઓ ગૃહમાં સ્પીકરની તમામ જવાબદારી અદા કરશે.

 

Print