www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈલોન મસ્ક 12માં બાળકનો બાપ બન્યો: ત્રણ મહિલાઓથી કુલ 12 બાળકો: જાણવા જેવું


સાંજ સમાચાર

ન્યુયોર્ક:

ઈલોન મસ્ક એ હસ્તીઓ પૈકીના એક છે જેઓ તેમની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત પર્સનલ લાઈફને લીધે પણ સતત ચર્ચામાં રહે છે. હાલમાં તેઓ 12માં બાળકના પિતા બન્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઈલોન મસ્ક અને ન્યુરાલિન્કના સ્પેશ્યલ પ્રોજેકટસ-હેડ શિવોન ઝિલિસને જાન્યુઆરીમાં ત્રીજું બાળક આવ્યું હતું જેના વિશે તાજેતરમાં ખુલાસો થયો હતો. છેલ્લા બે દાયકામાં મસ્કને ત્રણ મહિનાઓ સાથે કુલ 12 બાળકો છે.

ઈલોન મસ્ક ભૂતપૂર્વ પત્ની જસ્ટીન વિલ્સનથી 2002માં પહેલા બાળકનો જન્મ થયો હતો, જેનું નામ નેવાડા એલેકઝાન્ડર મસ્ક હતું. આ બાળક જન્મનાં 10 અઠવાડિયાં બાદ ઈન્ફ્રન્ટ ડેથ સિન્ડ્રોમને કારણે મૃત્યુ પામ્યું હતું. એ પછી 2004માં જસ્ટીને આઈવીએફથી ગ્રિફીન અને વિવિયનને જન્મ આપ્યો હતો. વિવિયને 16 વર્ષની ઉંમરે તેણે પોતાને ટ્રાન્સજેન્ડર જાહેર કરી હતી. 18 વર્ષની ઉંમરે મસ્ક સરનેમનો ત્યાગ કર્યો હતો અને પછી લિંગપરિવર્તન કરાવીને નામ વિવિયન જીના વિલ્સન કર્યું હતું.

મસ્ક અને જસ્ટીન વિલ્સને 2006માં ત્રણ બાળકોને આઈવીએફ પદ્ધતિથી જન્મ આપ્યો હતો. આ બાળકોનાં નામ કાઈ મસ્ક, સેકસન મસ્ક અને દામિયન મસ્ક છે.ઈલોન મસ્કને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને કેનેડિયન સિંગર કલેર બુશે (ગ્રીમ્સ)થી ત્રણ બાળકો છે. મે 2022માં જન્મેલું એક બાળક તેના નામને કારણે ચર્ચામાં આવ્યું હતું. આ બાળકનું નામ વિચિત્ર છે જે એકસ તરીકે ઓળખાય છે. તેમનું બીજુ બાળક દીકરી એકઝા ડાર્ક સાઈડેરલ મસ્કનો જન્મ 2021માં સરોગસીથી થયો હતો. તેનું હુલામણું નામ વાય અથવા ડબલ્યુએચવાય છે. સપ્ટેમ્બર 2023માં ગ્રીમ્સ અને ઈલોનના ત્રીજા બાળક ટેકનો મેકેનિકસ મસ્કનો જન્મ થયો હતો. તેમને સરોગસીથી બીજું બાળક આવ્યું એ પહેલાં મસ્ક અને શિવોન ઝિલિસે ટવિન્સ- સ્ટ્રાઈડર અને અઝુરને જન્મ આપ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં ઈલોન અને શિવોનને ત્રીજું બાળક થયું હતું.

Print