www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટેકનિકલ ખામીના કારણે કેદારનાથમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ: 6 મુસાફરો સુરક્ષિત


સાંજ સમાચાર

કેદારનાથ, તા.24
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરને નુકસાન થયું છે. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માતમાં હેલિકોપ્ટરને નુકસાન થયું છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

હેલિકોપ્ટરના રોટરમાં ખરાબીના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા કેદારનાથ જતા છ શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જોકે, સફળ ઈમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનમાં સવાર યાત્રાળુઓએ રાહત અનુભવી હતી.

ચાર ધામ યાત્રા 10 મેના રોજ શરૂ થઈ ત્યારથી કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓ સતત આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં દરરોજ સરેરાશ 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 9 હેલિકોપ્ટર કંપનીઓ શ્રદ્ધાળુઓને ધામમાં લઈ જઈ રહી છે. આવી સ્થિતિમાં આ ઘટનાથી યાત્રિકોની ચિંતા વધી ગઈ છે.

કેદારનાથમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરને નુકસાન થયું હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. રોટરમાં ખરાબીના કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ ખામીના કારણે હેલિકોપ્ટરમાં સવાર છ શ્રદ્ધાળુઓ એકદમ ગભરાઈ ગયા હતા. ઇમરજન્સી લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટર ક્રિસ્ટલ કંપનીનું હોવાનું કહેવાય છે. હવે હેલિકોપ્ટર સેવાની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

 

Print