www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેપી.1ના દેશમાં નવા 34 અને કેપી.2ના 290 કેસો નોંધાયા

ભારત સહિત ગુજરાતમાં કોરોનાના નવા વેરિયેન્ટ કેપી.1 અને કેપી.2ની એન્ટ્રી


ગુજરાતમાં કેપી.1ના બે કેસ જયારે કેપી.2ના 23 કેસ: નવા વેરિએન્ટને લઈને ચિંતાને કારણ નથી, કોઈ કેસ ગંભીર નથી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.22
તાજેતરમાં સિંગાપોરમાં તબાહી મચાવનારા કોરોનાના કેપી.1 અને કેપી.2 વેરિએન્ટે ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજયોમાં પગપેસારો કરતા દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ કુલ 324 જેટલા કેસ નોંધાયા છે.

જેમાં કેપી.2ના 290 અને કેપી.1 ના 34 કેસોનો સમાવેશ થાય છે. ગુજરાતના 23 કેસોની સાથે સાથે દેશના વિવિધ રાજયોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ નોંધાયા છે.

આ રાજયોમાંથી મળી આવ્યા કેસ: હાલ તો આ બીમારીના કોઈ ગંભીર કેસ જોવા મળ્યા નથી તેથી ચિંતાનું કોઈ કારણ નથી પણ તેને હળવાસથી લઈ શકાય કારણ કે સાર્સ-કોવ-2ના પરિવારમાંથી આ વેરિએન્ટ આવે છે. જે ખૂબ ઝડપથી ફેલાય છે.

દેશના 7 રાજયોમાં કેપી-1 કેસ મળી આવ્યા છે. જેમાં બંગાળમાં 23 કેસ, ગોવામાં 1 કેસ, ગુજરાતમાં 2, હરિયાણામાં 1, મહારાષ્ટ્રમાં 4, રાજસ્થાનમાં 2 અને ઉત્તરાખંડમાં 1 દર્દી મળી આવ્યો છે.

આ રાજયોમાં કેપી-2 કેપી.2 દર્દીઓ મળી આવ્યા
કેપી-2ની સંખ્યા ઘણી વધુ છે આમાંથી મોટાભાગના દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. અહીં આવા દર્દીઓની સંખ્યા 148 છે. જયારે ગુજરાતમાં 23, દિલ્હીમાં 1, ગોવામાં 12, હરિયાણામાં 3, કર્ણાટકમાં 4, મધ્યપ્રદેમાં 1, ઓરીસ્સામાં 17, રાજસ્થાનમાં 21, યુપીમાં 8, ઉતરાખંડમાં 16 પશ્ચિમ બંગાળમાં 36, દર્દીઓ મળી આવ્યા છે.

લક્ષણો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કેપી-1 અને કેપી 2 પણ કરોનાના જેએમ-આઈ વેરિએન્ટના સબ વેરિએન્ટ છે. જો કે આ પ્રકારથી સંક્રમિત દર્દીઓમાં અત્યાર સુધીમાં કોઈ ગંભીર લક્ષરો નથી જોવા મળ્યા. હાલમાં હોસ્પિટલમાં દાખલ આવા દર્દીઓની સંખ્યા ઓછી છે.

શું છે નવા વેરિએન્ટના લક્ષણો
તાવ સાથે ઠંડી લાગવી નાક બંધ થઈ જવું માથાનો સ્નાયુઓનો દુખાવો થાય છે.

કેવી રીતે કરશો બચાવ: શ્વસન સંબંધી રોગ ધરાવતા લોકો માટે ઈન્ફલુએન્ઝા, આરએચવી, કોરોના ટેસ્ટ શ્વસન ટેસ્ટ કરાવવા.

Print