www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

80 સીટ જીતી લઉં તો પણ મને EVM પર વિશ્વાસ નથી: અખિલેશ યાદવ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન દરમ્યાન સપાના વડાના EVM પર પ્રહાર

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.2
આજે મંગળવારે લોકસભામા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે વિપક્ષનું નેતૃત્વ કરતા નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે ઇવીએમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી ઇલેકટ્રોનિક વોટિંગ મશીન સંપૂર્ણ રીતે હટાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી લડાઇ ચાલુ રહેશે અને જો તેઓ સત્તામાં આવશે તો ઇવીએમ હટાવી દેશે.

અખિલેશ યાદવએ લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ચર્ચા દરમ્યાન બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, પહેલા પણ ઇવીએમ પર ભરોસો ન હતો અને આજે પણ ભરોસો નથી. હું 80માંથી 80 સીટો જીતીશ તો પણ ઇવીએમ પર નાખીશું.

વધુમાં કહ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ ઈંગઉઈંઅ ગઠબંધન માટે જવાબદારીનો સંદેશ આપે છે અને આ પરિણામ સાંપ્રદાયિક રાજનીતિને ખતમ કરીને સમુદાયની રાજનીતિ શરૂ કરવા જઇ રહ્યું છે. આ ચૂંટણીના પરિણામથી વિભાજનકારી રાજનીતિનો ભંગ થયો છે અને એકીકરણની રાજનીતિની જીત થઇ છે.

તેમણે કહ્યું હતું કે, દેશ કોઇની અંગત મનમર્જી નહીં થાય, જનમર્જી ચાલશે, આ ચૂંટણીનો સંદેશ છે. તદ્પરાંત અખિલેશ યાદવે અયોધ્યામાં ભાજપની હાર પણ આકરા પ્રહારો કર્યા છે. અયોધ્યાની જીત એ દેશના પરિપકવ મતદારોની જીત છે. અયોધ્યાની જીત એ ગૌરવની જીત છે.

સપાના વડા અખિલેશ યાદવે ભાજપના વિકાસના દાવાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સરકાર કહે છે કે દેશ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે પરંતુ તે કેમ છુપાવે છે કે જો આપણે પાંચમાં સ્થાન પર છીએ તો આપણા દેશની માથાદીઠ આવક કેટલી છે? જો ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને  બનાવી હોય તો 35 ટકા વૃદ્ધિ દરની જરૂર છે જે શક્ય જણાતું નથી.

Print