www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માલવાહક વાહનમાં મુસાફરી વખતે અકસ્માત થાય તો પણ મુસાફરોને વીમા વળતર ચુકવવુ પડે


ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સાંજ સમાચાર

અમદાવાદ,તા.29
માર્ગ-વાહન અકસ્માતમાં ભોગ બનતા લોકોના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોઈપણ વ્યકિત ગેરકાયદે રીતે માલવાહક વાહનમાં મુસાફરી કરતી વખતે પણ અકસ્માતમાં મોતને ભેટે તો પણ તેને વીમા વળતર ચુકવવુ પડે વીમા કંપની વળતરના આ નાણા પછી વાહન માલીક પાસેથી વસુલી શકે છે.

બનાસકાંઠામાં મે 1995 માં ટેન્કરને નડેલા અકસ્માતનાં કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ અકસ્માત કેસમાં મોટર વ્હીકલ એકટ હેઠળ પાંચ વીમા દાવા રજુ થયા હતા 2005 માં ટ્રીબ્યુનલે ભોગ બનેલા લોકોને વળતર ચુકવવા વીમા કંપની ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સને આદેશ કર્યો હતો ટેન્કરનો વીમો હતો એટલે પછી આ રકમ વાહન માલીક પાસેથી વસુલવા સુચવાયું હતું.

ટ્રીબ્યુનલના આ ચુકાદાને વીમા કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો માલ વાહક વાહનમાં મુસાફરી ગેરકાયદે હોવાથી વીમા વળતર ચુકવવાની જવાબદારી રહેતી ન હોવાની દલીલ ક્રી હતી. માલવાહક વાહનમાં બેસતા એક સિવાયનાં મુસાફરો વીમા કવચ હેઠળ આવતા નથી. વાહન માલરીકે જ કાયદાનો ભંગ કર્યો છે.

આ કેસની સુનાવણી બાદ જસ્ટીસ સંદીપ ભટ્ટે કહ્યુ કે મોટર વ્હીકલ એકટનો ઉદેશ મોટર સાયકલને અકસ્માત થાય તો તેને નુકશાન કે ચાલકને ઈજા કે મોત પર વળતર આપવાનો છે. તેમ માલવાહક વાહનમાં લોકો મુસાફરી કરતા હોય તો વીમા કંપની વાહન માલીકના વિવાદમાં ભોગ બનનારને સહન કરવાનો વખત આવવો ન જોઈએ.

ટ્રીબ્યુનલના ચુકાદાને યથાવત રાખીને હાઈકોર્ટે કહ્યુ કે, વાહનનો વીમો હતો જ એટલે વીમા કંપનીઓ ભોગ બનેલાને વળતર ચુકવી દેવુ પડે અને પછી વાહન માલીક સાથે હિસાબ કરવો જોઈએ. વીમા કંપનીએ જમા કરેલા નાણા અરજદારને ચુકવી દેવા કોર્ટે રજીસ્ટ્રીને હુકમ કર્યો હતો.

 

Print