www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેનાલ સફાઇનો કોન્ટ્રાકટ અપાયો હોવા છતા સફાઇ કર્મચારીઓ પાસે કરાવાતી વેઠ


રાષ્ટ્રીય સફાઇ યુનિયનના પ્રમુખે પ્રિ-મોન્સુન કામગીરીના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ

સાંજ સમાચાર

જામનગર તા.28

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 8માં ગોકુલનગર મોહનનગર ની બાજુમાં આશાપુરા હોટલ ની બાજુની કેનાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા કેનાલની સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે છતાંય વોર્ડના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરાવવા મા આવે છે. મહાનગરપાલિકા દ્વારા  પ્રિ મોન્સૂન કામમાં કેનાલનો કોન્ટ્રાક્ટ બાબતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.

તેવો આક્ષેપ રાષ્ટ્રિય સફાઈ મજદૂર યુનિયના પ્રમુખે કર્યો હતો. તેઓ અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી  કેનાલ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને કેનાલો બરાબર સફાઈ થતી નથી અને અધીકારીઓને કોન્ટ્રાક્ટરોની ફરીયાદ કરવામા આવેછે ત્યારે અધીકારીઓ દ્વારા જવાબો આપવામા આવેછે કે કામ તો આમજ થશે તમારે જયા ફરીયાદ કરવી હોય ત્યા કરો તેવો જવાબ રાષ્ટ્રીય સફાઈ કમેચારી મજદુર યુનિયન ના પ્રમુખ મહેશભાઈ બાબરીયા એ વોર્ડ નં 8 નાં એસ એસ આઈ દ્વારા ટેલીફોનીક રજુઆત કરવામાં આવી હતી.

પણ તેમણે તેમનાં ઉપલા અધીકારીઓ દ્વારા કામ કરાવવા કહ્યું હતું  આ  કેનાલની સફાઈ કમેચારીઓ નું રક્ષણ શું આ લોકો કેનાલ માં કામ કરતા કરતા કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે આ કોન્ટ્રાક્ટ અને અધીકારીઓ ની તપાસની માંગ રાષ્ટ્રીય સફાઈ કમેચારી મજદુર યુનિયન જામનગર પ્રમુખ  મહેશભાઈ બાબરીયા દ્રારા કરવામાં આવી છે.

Print