www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચિકિત્સા પત્રિકા ‘ધી લાન્સેટ ગ્લોબલ હેલ્થ’ના રિપોર્ટમાં ખુલાસો

સુસ્ત ભારત! દેશનો દર બીજો વ્યકિત નથી કરતો કસરત, આમાં કયાંથી આવે ચુસ્તી?


કસરત-શારીરિક શ્રમના અભાવે અને બેઠાડુ જીવનથી લોકોમાં ઘર કરી ગઈ હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, ડિમેન્શિયા, સ્તન-પેટના કેન્સર જેવી બિમારીઓ

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.27
ભારતમાં દર બેમાંથી એક વ્યકિત શારીરિક રીતે ફીટ નથી. આ કારણે વયસ્કોની અડધી વસ્તી ગંભીર બીમારીની ઝપટમાં આવી ગઈ છે. આ બીમારીઓમાં હૃદયરોગનો હુમો, સ્ટ્રોક, ટાઈપ-2 ડાયાબિટીસ, ડિમેન્શિયા, સ્તન અને પેટનું કેન્સર સામેલ છે.

ચિકિત્સા પત્રિકા ‘ધી લાન્સેટ ગ્લોબલ હેલ્થ’માં મંગળવારે પ્રકાશિત અધ્યયન અનુસાર વર્ષ 2022માં ભારતના 50 ટકા વયસ્કો જરૂરી શારીરિક ગતિવિધિને પૂરી નહોતા કરી શકયા.

દેશમાં 42 ટકા પુરૂષોની તુલનામાં 57 ટકા મહિલાઓ શારીરિક રીતે ઓછી સક્રિય જોવા મળી છે દુનિયાભરના વયસ્કો આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. દુનિયાના 31.3 ટકા વયસ્કો શારીરિક રીતે અનફીટ છે.

આ વયસ્કો એક કલાકની પણ કસરત નથી કરતા સારી તબિયત માટે ડબલ્યુએચઓએ દર સપ્તાહે 150 મિનિટ મીડિયમ એકસરસાઈઝ કે પછી દર સપ્તાહે 75 મિનિટ ઝડપથી એકસરસાઈઝને ખરી બતાવી છે.

કોઈ આથી ઓછી કરે છે તો તે સ્વાસ્થ્ય માટે કરૂં નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશના અડધાથી વધુ વસ્તી આ ગાઈડલાઈનને પૂરી નથી કરી રહી. વૈશ્વિક સ્તરે 60 વર્ષ કે તેથી ઓછી ઉંમરની વ્યકિતઓમાં ફિઝીકલી એકિટવિટી ઓછી થઈ રહી છે.

તો 2030 સુધીમાં  60 ટકા લોકો થઈ જશે અનફિટ
સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં અપૂરતી ફિઝીકલી એકિટવિટી જયાં વર્ષ 2000માં 22 ટકા હતી તે 2010માં 34 ટકા થઈ ગઈ. જો આમ જ હાલ રહ્યા તો 2030 સુધીમાં ભારતની લગભગ 60 ટકા વસ્તી ફિઝીકલી અનફિટ થઈ જશે અને 15 ટકા સુધારો કરવાનું વૈશ્વિક લક્ષ્ય સપનુ બની રહી જશે. 2023માં કરાયેલ એક રિસર્ચ મુજબ 2021માં ભારતમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા.

 

 

Print