www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ખંભાળિયામાં દોડતા સ્કૂલ વાહનોનું વ્યાપક ચેકીંગ હાથ ધરાયું


સાંજ સમાચાર

જામખંભાળિયા,તા.22

ખંભાળિયા શહેરમાં કાર્યરત જુદી જુદી શાળાઓમાં આવતા-જતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત અહીંના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના વાહનોમાં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આવા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ, ફાયર સેફ્ટી તેમજ વાહનની ક્ષમતા કરતા વધુ બાળકો ન બેસાડવા સહિતના મુદ્દે ચેકિંગ કાર્યવાહી કરાવી હતી. આ ઉપરાંત સ્કૂલ બસ, સ્કૂલ વેન, રીક્ષા જેવા વાહનના ચાલકોને સેફ્ટી સહીતના નિયમોને અનુસરવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

Print