www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગાંધીનગરમાંથી નકલી દવાની ફેકટરી ઝડપાઇ


પરવાના વગરની મેડીકલ એજન્સી પર ફૂડ તંત્રનો દરોડો : 10 લાખની દવાઓ જપ્ત : 100 કિલો એઝીથ્રોમાઇસીન વેંચી નાખી હતી

સાંજ સમાચાર

ગાંધીનગર, તા.29
રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં ડો. એચ. જી. કોશીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય કચેરી, ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.) તંત્રના અન્ય અધિકારીઓએ સાથે રહી ગેરકાયદેસર દવાના સ્ટોર્સ ઇવાઇન બાયોટેક, પ્લોટ નં. 23, ન્યુ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ, અમ્બાવપુરા રોડ, જી.આઇ.ડી.સી. છત્રાલ, છત્રાલ, ગાંધીનગરના માલીક અંકિત બી પ્રજાપતી દ્વારા ગેરકાયદેસર વગર પરવાને એલોપેથી દવાની એજન્સી ઉભી કરી તથા કેટલીક દવાઓ માર્કેટમાંથી ખરીદ કરી તથા કેટલીક દવાઓના જાતે લેબલો લગાડી બારોબાર દવાનું વેચાણ ચાલુ કરી દેતા તંત્રએ પકડી પાડ્યુ છે.

તંત્રની તપાસ દરમ્યાન અધિકારીઓએ કુલ 6 દવાઓના નમુનાઓ ફોર્મ 17 હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપેલ છે. તપાસ સમયે કુલ 17 જેટલી દવાઓનો આશરે 10 લાખ રૂપીયાની કિંમતનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે તંત્રના અધિકારીઓએ જપ્ત કરેલ છે.

આ પેઢી દ્વારા તાજેતરમાં પકડાયેલી સ્પુરીયસ સપ્લાય કરતી હેલ્થકેર નામની ઉત્પાદક પેઢીમાંથી પણ બનાવટી એઝીથ્રોમાઇસીન આશરે 100 કિગ્રા જેટલું ખરીદ કરી આયાન્સ ફોર્મ્યુલેશન્સ પ્રા. લી., હાલોલ ખાતે વેચાણ કર્યાનું કબુલ કરતાં આ 100 કિગ્રા જથ્થો ગોધરાના અધિકારીઓ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરેલ છે.

વધુમાં તેઓ છેલ્લા 6 માસથી આવી રીતે ગેરકાયદેસર-વગર લાયસન્સેત દવાની એજન્સીણ ચાલુ કરી દવાઓનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા તંત્રના અધિકારીઓએ તેઓ ક્યાંથી? અને કેવીરીતે? દવાઓ ખરીદેલ અને કોને કોને દવાઓનું વેચાણ કરેલ છે? તે અંગે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધેલ છે.

વધુમાં ડો. એચ. જી. કોશીયાએ જણાવ્યું છે આ મેડીકલ એજન્સીગની તપાસ દરમ્યાન હકીકત ખુલેલ છે કે કોઇપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની દવાઓનું વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ખુબ જ ગંભીર કૃત્ય કરેલ છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુના હીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

Print